________________
૩પ૬
[પંચસૂત્ર-૪ તપસ્યા, સંયમપાલન અને સૂત્ર-સ્વાધ્યાય આદિમાં અત્યન્ત દઢપણે પ્રગતિ કરતા રહ્યા.
(૩) વિધિપતા:તત્વને અભિનિવેશ હોવાથી વિધિતવ પર પણ દઢ આગ્રહ હોય. તેથી એ વિધિ દઢપણે સાચવે. સૂત્રાધ્યયનની વિધિમાં તે તે સૂત્રને ચગ્ય કાળ, ગુર્નાદિના વિનયબહુમાન, ગદ્વહન (નિયત તપસ્યા, વંદન, કાર્યોત્સર્ગ વગેરે વિધાન), ગુરુને અનપલાપ, વગેરે જ્ઞાનાચારનાં પાલન સાથે, વાચના-માંડલીમાં યથાક્રમ સ્થાન, ગુરુનું આસનસ્થાપન, સ્થાપનાચાર્યસ્થાપન, વગેરે વિધિ સાચવી સૂત્ર, અર્થ અને સ્વાર્થનું અધ્યયન કરે.
(૪) સૂત્રને પરમ મંત્ર સમજી ભણેઅર્થાત કોઈ અપૂર્વ મહાન લાભદાયી શ્રેષ્ઠ મંત્રને અભ્યાસ જેટલી એકાગ્રતાથી અને જે ભાલ્લાસભર્યા હૃદયથી થાય, તે રીતે સૂત્રને બીજા પાસેથી સાંભળવાનું અને સ્વયં ભણવાનું કરે. મંત્રની ઉપમા એટલા માટે, કે જેમ મંત્ર સર્પાદિના એક ભવનાશક ઝેરને કાઢી નાખે છે, તેમ અનંતજ્ઞાનીએ ઉપદેશેલ સુત્રો સર્વશ્રેષ્ઠ મંત્ર હેઇ, અનેક ભાવનાશક રાગદ્વેષરૂપી ઝેર કાઢી નાખે છે. માટે સૂવાધ્યયન તેવા અતિઉચ્ચ એકાગ્રભાવ અને ઉંચા શુભ ભાલ્લાસપૂર્વક કરવું જોઈએ. નાના બાળ વાકુમારે ઘોડિયામાં પડયા પડયા સાધ્વીજીથી ગોખાતા સૂત્ર પર એવું એકાગ્ર ધ્યાન રાખ્યું કે એ બાળને આગમે કંઠસ્થ થઈ ગયા ! બ્રાહ્મણ હરિભદ્ર સાધુ થઈ જિનાગને મંત્રવત્ ભણતાં પ્રખર શ્રદ્ધાળુ, ધુરંધર વિદ્વાન, અને ટંકશાળી શાસ્ત્રોના સમર્થ નિર્માતા બન્યા !
જેથી ગોપ બાળ
રાખ્યું કે