________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૫૫ વેશ રાખવાનું કહે છે. એથી સૂચિત થાય છે કે અતત્વ, તુચ્છ વસ્તુ, અકિંચિકર વસ્તુ, ખાન-પાનાદિ અંગેના અભિનિવેશ યાને દુરાગ્રહ બેટા છે. એની પકડ નહિ રાખવી. નહિતર ઉત્સવ-ઉમાર્ગના ભયંકર પાપમાં ચડી જવાશે! એવા અભિનિવેશથી બચવા તત્ત્વનો અભિનિવેશ, આગ્રહ, પકડ, મમત્વ એ સચોટ ઉપાય છે. કેમકે એ જે હશે તો મને કહેશે “જગતમાં સાચું તે આ જ સારભૂત આ જ. બાકી બધું અસત્ય છે, અસાર છે. તત્ત્વ જ જીવનને સચેતન બનાવે છે, આત્માને પ્રજ્ઞતાને માગે ચડાવે છે, મનને નિર્મળ કરે છે. અતત્વથી તે જીવન જડે, આત્મા મુઢ, અને મન મેલું રહે છે. તત્ત્વની બલિહારી છે. એમાં મતિ સાફ અને પ્રવૃત્તિ સન્માગ બને છે. એ માટે તે તત્વને અભિનિવેશ જોઈએ જ. તત્ત્વની દઢ પકડ આગ્રહ નહિ હય, ગાઢ મમત્વ નહિ હોય, તે (૧) “ભાઈ ઠીક છે આ ય” એવી ઠીકઠીક શ્રદ્ધાથી ચિત્ત અવસરે ચલિત થતાં વાર નહિ લાગે. (૨) અભિનિવેશ યાને દઢ મમત્વ નથી તેથી અવિધિ કરી નાખશે. (૩) વિષયરૂપી અતત્ત્વનાં આકર્ષણવશ, ભણતા સૂત્રની વાતે હૃદયમાં જચશે નહિ, સ્થિર નહિ રહે, સામાન્યરૂપ લાગશે. (૪) એટલે પછી ગમે તેટલાં આગમ ભણે છતાં આત્મા કેરાધાકર ! એમ (૫) બીજા પ્રસંગમાં પણ તત્વના આગ્રહ ન હોવાથી પ્રમાદ, ખેલના, મિથ્યા વસ્તુનાં આકર્ષણ વગેરે એમ જ ઊભા રહેશે. આનંદ કામદેવાદિ શ્રાવકો તત્વના અભિનિવેશવાળા હતા તેથી દેથી પણ ચલિત થયા નહિ! માર્ગને જરાય બાધ પહોંચાડ્યો નહિ. એમ સુવ્રતમુનિ, ધને, શાલિભદ્ર, વગેરે મુનિએ તત્વના અભિનિવેશથી કઠોર