________________
પ્રવજ્યા-પરિપાલન]
૩પ૭ (૫) બદલક્ષ–બદ્દલક્ષ્ય :- વળી સૂત્ર ભણે તે એમાં આવતા કર્તવ્યનું લક્ષ રાખીને, અર્થાત જેમ જેમ સૂત્ર ભણતા જાય, તેમ તેમ એમાંથી “આ આ મારે કર્તવ્ય છે, એવો નિર્ણય કરતે જાય. કર્તવ્ય પ્રત્યે જે લક્ષ ન બાંધ્યું, તે (૧) ખાલી વિદ્વત્તા અર્થે અધ્યયન થશે; યા (૨) ગતાનગતિકપણે કે લક્ષ વિના થશે કે (૩) હરિફાઈ માટે થશે; યા (૪) માનપાનાદિ અથે થવાનું. એમાં (૫) ચિત્તની અશુદ્ધિ પિષાઈ અનુષ્ઠયકર્તવ્ય સત્કૃત્ય તરફ દુર્લક્ષ-બેપરવાઈ–નિષ્ક્રિયતા રહેવાની. જ્ઞાન તે પ્રવર્તક હેય તે ઉપયોગી; નહિતર તે ગધેડામાથે ચંદનભાર જેવું નીવડે, અને પ્રવર્તક તે જ બને કે એમાં સત્કર્તવ્ય તરફ લક્ષ જાગતું હોય, બદ્દલક્ષતા હેય.
એમ બદ્ધ-લક્ષ્ય એટલે કે બદ્ધ લક્ષ્યવાળા યાને દયશુદ્ધિવાળો બનીને ભણે પણ સૂત્રશ્રવણ અને સૂત્રપાઠની ક્રિયામાં ઉશહીન સંમઈિમ ક્રિયાવાળો (શૂન્ય મનસક) અગર મલિન ઉદ્દેશવાળે ન બને. લક્ષ્ય આ કે, “(૧) મારે જિનાજ્ઞાપાલન કરવું છે; (૨) જિનવચનના પ્રકાશ મેળવવા છે, (૩) કુવિકલ્પ -દુર્ગાન-અસત્યવૃત્તિ આદિથી બચવા બેધ જોઈએ છે (૪) કર્મને ક્ષય કરે છે; (૫) અસત્ મન-વચન-કાયાગથી બચવા શ્રતો પગમાં રમતા રહેવું છે !” આવા લક્ષ્ય સાથે શાસ્ત્રાધ્યયન કરે. સાથે,
(૬) આશંસાથી રહિત હોય. એટલે કે આ લેકના માનપાનાદિની અથવા પરાકના બળ, ઋદ્ધિ, ભવાદિની આશંસા પૃહા સેવ્યા વિના, એક માત્ર “આયત” “એટલે કે મોક્ષને જ અથ બનીને સૂત્ર ભણે, અને સૂત્રકથિતનુસાર કર્તવ્યનિષ્ઠ બને.