________________
પ્રવજ્યા-પરિપાલન]
૩૩૭ વળી શત્રુમિત્ર પર પણ સમભાવ રાખવાને, શત્રુ માટે એમ થાય કે “આ મારું શું બગાડી શકે ? આ તે, આ બિચારાની પાસે કર્મગૂડે બળાત્કારે આવું કામ કરાવી રહ્યો છે. એમાં આને શો દોષ ? શા સારૂ આના પર દ્વેષ કરૂં ? એ તે ઉહું મારા કર્મ કચરાને દૂર કરવામાં સહાયક છે, તો એને તે ઉપકાર માનું
અંધકમુનિને રાજાએ રાણીને યાર સમજી મારીને મુનિની ખાલ ઉતારી લાવવા મોકલ્યા. મુનિ વિચારે છે, “એ રાજા તે ભાઈ થકી ભલે ! કેમકે મારાં તેવાં પૂર્વકૃત કર્મ છોડાવવા આ કરે છે. આમાં તે સર્વ કર્મ નષ્ટ થતાં ઈષ્ટ મેક્ષ મળશે.” એમ સમશત્રુમિત્ર બની ખાલ ઉતારવા દીધી, અને સમતાથી કેવલજ્ઞાન પામી મેક્ષે સિધાવ્યા! રાજાએ પછી જાણ્યું કે “આ તે રાણીના ભાઈ હેવાથી રાણીને ઘણું વરસે એમનાં દર્શન થવા પર આંસુ આવેલા.” રાજાને ભારે પશ્ચાતાપ થયો. એ પણ એમ જ સમલેટુકાંચન અને સમશત્રુમિત્ર બની ચારિત્ર આરાધી મેક્ષ પામ્યો.
શત્રુની જેમ મિત્ર ઉપર પણ મન વિહ્વળ કરવાની જરૂર નહિ. કેમકે આજના મિત્ર-સ્નેહી-સગા પણ અવસરે શત્રુ બની જાય! તેથી એના પર રાગ શું કરે?
(૩) “નિબત્તમદ-સુવ” એટલે કે દીક્ષિત આત્મા નિવૃત્તાગ્રહદુઃખ, નિવૃત્તાપગ્રહદુઃખ અને નિવૃત્તગ્રહદુઃખ બને. આમાં નિવૃત્ત આગ્રહ, અગ્રહ અને ગ્રહ એમ ત્રણ શબ્દ લેવાય-તેથી
૨૨.