________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૪૯ વિદ્યાગુરુને ભારે વિનય કરે છે. તે એ જે મુનિને અવિનય જુએ તે જૈનધર્મ તરફ અરુચિવાળા થાય, એથી શાસનહીલના થાય, અને એ દુર્લભધિ બનાવે.
(૪) વળી તે “ભૂતાથદશી હેય. ભૂતાર્થ એટલેતત્વભૂત પદાર્થ; એને દશ એટલે એની ઉપાસનાના લક્ષવાળો. તવભૂત પદાર્થ આ કે “આ ગુરુકુલવાસ કરતાં બીજી (ગુરુકુલનિરપેક્ષતાદિ) કેઈ હિતકર વસ્તુ નથી. એવું આ ગુરુકુલવાસરૂપ તવ છે,– એમ માને. આ માનવાનું કારણ, કે ચારિત્ર લેનાર આત્મા જિનવચન–શાસ્ત્રવચનને અનુસરનારે હોય છે. અને શાસ્ત્રવચન પૂર્વે કહ્યું તે “બાળરસ મારી...આ વચન કહી રહ્યું છે કે ગુરુકુલવાસમાં સમ્યગ્ર જ્ઞાનની પ્રાપ્તિ અને સમ્યફ દર્શન તથા ચારિત્રમાં અધિકાધિક સ્થિરતા થાય છે. માટે ધન્ય આત્માએ જીવનભર ગુરુકુલવાસને છેડતા નથી. આ વચનથી એના હૃદયમાં નિશ્ચિત-ઠસેલું હોય છે કે એજ હિતરૂપ છે, પરમતત્વ છે, ભૂત=સદ્ભૂત યાને સાચે સેવ્ય પદાર્થ છે. તત્ત્વ-અતાનાં દષ્ટાન્ત :
અહીં “ભૂતાર્થદશ” શબ્દ બહુ સૂચક છે. એને વ્યાપક અર્થમાં આ પ્રમાણે વિચારી શકાય કે મુનિ સત્ય તાત્વિક વસ્તુનેજ જેના-માનનારે હેય. તાત્ત્વિક એટલે સત્ અને પરમાર્થવાળી વસ્તુને જ જેવાની ધગશ રહે. અતાત્વિકને મનમાંજ ન પેસવા દે કાલ્પનિક જઠા પદાર્થો તરફ દષ્ટિ જ ન લઈ જાય. સત પદાર્થોમાં પણ તુચ્છ પ્રજનવાળા પદાર્થોની બહુ વિચારણા ન કરે. તવમાં જ તે રમતે હેય. મિથ્યાદર્શનીઓએ કપેલા કહેવાતા ત, જેવાં કે,-એકાન્તવાદ,