________________
૩૫૦
[ પંચસૂત્ર-૪ સર્વથા નિત્યત્વ કે ક્ષણિકત્વ, આત્માનું દ્રવ્યથી જગવ્યાત્વિ, હિંસક યજ્ઞ વગેરે એ સ્વર્ગના સાધન -આ બધાં અતત્વ છે, અસત્ય છે. તેમજ અતત્વ એટલે તુચ્છ પદાર્થો, કુત્સિત વરતુ, આત્મિઘાતક તત્વે; જેમકે તવભૂત દાન, શીલ, તપની અપેક્ષાએ પરિગ્રહ, વિષય અને આહાર એ અતત્વ છે. આત્મજ્ઞાનની સામે જડવિજ્ઞાન અતત્ત્વ છે. પરેપકાર આગળ સ્વાર્થ–સાધના અતત્વ છે. અહિંસા-સંયમાદિ ધર્મસ્થાનકોની સામે પાપસ્થાનક અતત્વ છે. જ્ઞાન-ક્ષમાદિ ક્ષાપશમિક ધર્મો આગળ યશ, સૌભાગ્યાદિ, રસ, ઋદ્ધિ-શાતા વગેરે ઔદયિક ધર્મો અતત્ત્વ છે.
હવે એ અતત્વને અવગણી તને ચિંતક, પૂજક, પક્ષપાતી અને ઉપાસક બને. જેમકે આત્માની અપેક્ષાએ દેહ અતત્વ છે. તેથી તે દેહને ભૂલી આત્માનેજ જેનારે હોય. આત્મામાં કેટલી શુદ્ધિ અને પ્રગતિ થઈ? એના વિશુદ્ધ જ્ઞાનદર્શનચારિત્રના પર્યાય કેટલા વધ્યા ? શુભ ધ્યાન કેટલું જામ્યું? તપસ્યા કેટલી કરી? આત્મા હળુકમી કેટલે બને? દેહ તે અતત્ત્વ છે, સ્વંય પાયમાલ થનારું અને બીજાને પાયમાલ કરનારું છે. તેની બહુ ટાપટીપ શી? તે સુકાઈ જાય અગર જાડું થાય તે પણ શુ? દેહની મરામતમાં નિજના જ આત્મવિકાસને રૂંધી નાખવાની મૂર્ખાઈ ક્યાં સુધી ? અત તો અલપકાલે નાશ પામી જશે; પણ એની ઘેલછામાં ઊભા કરેલા દુ:ખ અને દુષ્ટ વાસનાઓ ચિરકાળ સુધી પણ નાશ ન પામતાં મારા જ આત્માને હેરાન કરશે. તે શું અસુંદર તો પાછળ મારા સુંદર આત્માને ગુમાવીશ?