________________
૩૪૪
[ પંચસૂત્ર-૪ લોભ નથી એ મહાન સુખ છે. ઇચ્છાઓ છે, માટે તે રેઈએ છીએ, અરે ! જીવતા મરી રહ્યા છીએ. તૃષ્ણ અને અહંત્વ એ ભયંકર અપૂર્વ ક્ષયરોગ છે. આત્માના પ્રશમ-સુખનાં ફેફસાને એ કેરી ખાય છે, અને જીવને ભાવમૃત્યુવશ કરે છે. કષાયેના આગ્રહ છોડ્યા એટલે પ્રશમસુખ સમીપ બન્યા. પ્રશમ એટલે જેમાં ક્રોધની આગ નહિ, માનને ઉધમાત નહિ, માયાના ગુંચળા નહિ, ને લાભની વ્યાકુળતા નહિ. આ દશા સ્થિર થઈ જાય પછી તે જગતની એવી કઈ ચીજ નથી કે જગતને એ કઈ પ્રસંગ નથી, કે જે તેની સાગરગંભીર પ્રશાંત હૃદયની સપાટીને પણ હલાવી જાય; પછી અંદરનું તે હાલવાની વાત જ શી ?
નમિરાજાને દાહજવર વખતે રાણીઓએ ચંદન લટતાં, કંકણોને અવાજ બાધક લાગવાથી એકેક કંકણ રાખી બાકીના ઉતારી નાખ્યા. રાજા પૂછે-“હવે કેમ અવાજ નથી?” તે કહ્યું “અનેક કંકણના ઘર્ષણથી અવાજ હતું, હવે એકેક (ઈ અવાજ નથી.” રાજા એના પર આધ્યાત્મિક વિચારમાં હું કાયા, કર્મ, રાજ્ય, અંતઃપુરાદિ અનેકમાં ભળે હોઈ ઘર્ષણમાં છું, એકલો હેઉ તે કઈ ઘર્ષણ નહિ, કઈ દુઃખ નહિ.” આ ભાવના બાદ જવર શમે તરત એ મુનિ થઈ નીકળી પડ્યા. ઇંદ્ર વિપ્ર રૂપે પારખું કરવા આવે છે. મિથિલા-બળતી દેખાડી કહે છે, “મહારાજ ! આ ઓલવીને જાઓ. ત્યાં સર્વત્યાગથી પ્રશમ સુખમાં ઝીલતા રાજર્ષિ કહે છે “મિહિલાએ ડજઝમાણીએ, ન મે ડજઝઈ કિચણ મિથિલા બળતી હોય તેમાં મારું કશું બળતું નથી” મિથિલાને રાગ-મમત્વ, વગેરે કષાયે પીડે છે.