________________
३४६
[ પંચસૂત્ર-૪
આત્માએ યાજજીવ છેડતા નથી. કેમકે એથી સમ્યજ્ઞાનના પ્રકાશ મળે છે, અને તેથી મિથ્થામતિ અને પાપવ્યાપારમાંથી જીવ ચંચળ થઈ ઊઠીને સમ્યગ્દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર થાય છે, ” આવાં શાસ્ત્રવચનનો અનુગામી હોવાથી એમ માને છે કે ગુરુકુલવાસાદિથી અધિક ઊંચું કઈ તત્ત્વ આરાધવા યોગ્ય નથી. એની અપેક્ષાએ બીજું કઈ હિતકારી તત્વ નથી, જે આદરણીય હેય. કેમકે ગુરુકુલવાસમાં સ્વચ્છતા નથી ટકતી. તેથી મેહ દુર્બલ બની જાય છે. કદાચિત્ મેહની વૃત્તિઓ જાગવા જાય, તે ય સમુદાયમાં શરમ કે ભયને લીધે, અથવા સારા આત્માઓના આલંબનને લીધે એ વૃત્તિઓ શમી જાય છે. વળી ગુરુકુલવાસમાં વિધિસર યોગ્ય જ્ઞાન અને શિક્ષણ મળે છે. તેથી પ્રગતિના સાચા પંથ પ્રગટ થાય છે, મેક્ષની નજીક થવાય છે. આ ગુરૂકુલવાસ મળેથી આનંદ કેટલો હોય? ગજબ ને ? ગુરુકુલહનને નુકશાને :
આચારાંગ સૂત્રમાં સુધર્મા ગણધર મહારાજ કહે છે “વસંતે માવા વમરવા ભગવાન પાસે વસતા મેં એમનાથી આ કહેવાયેલું સાંભળ્યું” આમાં જ્ઞાનપ્રાપ્તિ ગુરુકુલવાસપૂર્વક કહી. ગુરુકુલવાસ ન હોય, એકલો ફરે, તે (૧) વિધિસર ગુરુ પાસેથી શિક્ષા ન મળે; (૨) ગુરુવિનયાદિ ધર્મસાધના ન મળે; (૩) સાધુસેવાદિ લાભ ન મળે; (૪) ત્યાગ, તપ, પરીસહસહનાદિ કરતા મુનિઓનું આલંબન ન મળે; (૫) અધમ માણસોના ઉપદ્રવ આવે; (૬) સ્ત્રીઓ તરફના આકર્ષણને ભય અને અધમ સ્ત્રીઓની લલચામણમાં સપડાવાનું આવે;