________________
[ પંચસૂત્ર-૪
ગૌત્તમબુદ્ધે પહેલાં જૈન દીક્ષા લીધેલા પરંતુ પછી તપસ્યાપરિસહ-વગેરે પર અભાવ થવાથી ચારિત્ર મૂકી દીધું, અને સુખે ખાઈ પી ધ્યાન કરવાના મધ્યમમાગ ૮ માધ્યમિક બૌદ્ધ ધમ” ચલાવ્યે . એ જોવું ભૂલ્યા કે ત્યાગ-તપ-પરીસહુના સહુ અભ્યાસથી ઇંદ્રિયા અને મનને અકુશમાં લીધા વિના અનાદિનું વિષયલંપટ મન શુભ ધ્યાન શું કરી કે ટકાવી શકે?
રાગના ઉછાળામાં વિષય એવા થાય કે એ ચારિત્રભ્રષ્ટ કરે. અરણિક મુનિ રગિલી સ્ત્રીના લોભાયા પડ્યા. ચારિત્રના કષ્ટની ધગશ ઊડી ગઈ અને વિષયાના આકષ ણમાં એની સાથે ઘર માંડી બેઠા ! માટે મુનિ વીતરાગને સતત નજર સામે રાખી રાગને જરાય ઊઠવા ન દે.
૩૨૪
વળી વિષય એટલે કે શ્રાન્તિ અનેક પ્રકારે થાય છે. દા. ત. (૧) ઇન્દ્રિયવિષયે। કુમતિ અને માનસન્માનાદિને પરીસહ સમજી એના ત્યાગ અને ઉપેક્ષા કરવી કહી છે, તે ત્યાં એને ઇષ્ટ કરવાના ભ્રમ ન સેવે. તેમ (ર) સાધુચર્યાના કને ઉપાય કહ્યો છે, તે ત્યાં ‘આ અનિષ્ટ છે’ એવા ભ્રમ ન સેવે. એવા મિથ્યાજ્ઞાનથી હવે એ ઘેરાતા નથી. ઇન્દ્રિચાની અનુકૂળતા અને માન-સન્માનાદિ મળતાં એનું હૃદય ‘ હાશ ! સરસ મળી ગયું ! એ તે આપણને જ મળે, બીજાને ખિચારાને કયાંથી મળે ? ’ એમ એ વધાવી લેતું નથી; કે જીવન એનાથી સદ્ધર કે સફળ થવાનુ માનતું નથી. એમ કષ્ટ પડતાં, ‘ હું અહીં કયાં આવ્યે ? કયાં મેં આ ચારિત્ર લેવાની ઉતાવળ કરી ? આ આપણાથી કાંઈ પળે નહિ. કેટલી પરાધીનતા ! કેટલાં અપમાન ! કેટલી પ્રતિકૂલતા ! આના કરતાં તે પહેલાં ઘણું સારું હતું.