________________
૩૩૦
[પંચસૂત્ર-૪ તિલાંજલી આપી ગણાય. કેમકે આવું ન હોય તે તે અતિપ્રસંગ આવે; અર્થાત જે કાર્ય કરવાના સ્વભાવ-સામર્થ્ય વિનાના આ કારણુભાસ-ઉપાયાભાસને કારણ કહેવું છે, દા. ત. વિધિ–વિનાના શિક્ષા ગ્રહણને ચારિત્રને ઉપાય કહે છે, તે પછી જગતમાં એવા કાર્ય કરવાના સામર્થ્ય રહિત ગમે તેને પણ કારણ તરીકે કેમ ન અપનાવવા ? દા. ત. કુથલી-વિકથા પણ ચારિત્રના સાધક બનવાની કેમ આપત્તિ ન આવે ? અવિયાદિ સાથે ગ્રહણ કરેલ શિક્ષાની જેમ એ પણ ફળસાધક નથી, છતાં એ વિકથા એવી અવિધિભરી શિક્ષાની જેમ ઉપાય તરીકે ગણાવી જોઈએ ! માટે જેમ વિકથાદિ ત્રાહિત, તેમ આ અવિધિયુક્ત શિક્ષાદિ માનેલા ઉપાય પણ કાર્યસાધક ન લેવાથી સાચા ઉપાય ન ગણાય.
પ્રતે પછી પ્રાથમિક દશામાં કેમ એવા અવિધિયુક્ત શિક્ષાગ્રણાદિ ચલાવી લેવાય છે? શું એ ઉપાય નથી?
ઉ૦-ઉપાય ખરા, પણ વ્યવહાર દૃષ્ટિથી. અહીં જે કહ્યું તે નિશ્ચયમતના હિસાબ. નિશ્ચયમત સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે. સૂક્ષ્મતા આ કે જે ફળને ન ઉત્પન્ન કરે તેને ઉપાય કહેવાય જ નહિ; નહિતર તે ભળતા પદાર્થ પણ ઉપાય કેમ નહિ? જેમ એ ફળને પેદા નથી કરતા માટે ઉપાય નહિ; એમ માનેલાં કારણ પણ ફળને પેદા નથી કરતા માટે ઉપાય નહિ; દા. ત. વીતરાગ બનવું છે તો રાગ-દશા એનું કારણ ન બની શકે. એ માટે તે અનાસક્ત દશા જ જોઈએ. પ્રીતિ-ભક્તિ-વચનાનુષ્ઠાન રાગદશાવાળા છે, માટે એ ઉપાય નહિ, કિન્તુ અસંગાનુષ્ઠાન અનાસક્તભાવવાળું અનુષ્ઠાન જ વીતરાગતાને ઉપાય છે. રાગ હોય ત્યાં