________________
૩૨૮
[ પંચસૂત્ર-૩ તે મહાવ્રતના રક્ષણાર્થે છે. વળી પંચાચારના વિસ્તાર તે જ્ઞાનાદિને આત્મામાં વ્યાપી દે છે. વિસ્તાર વિના આત્મામાં સાનુબંધ એકમેકતા ન થાય, કે જે ભવાંતરે ચાલે. ત્યારે (૩) અપવાદના રસિયા ન બનવા, “અપવાદ એ ઉત્સર્ગની રક્ષા અર્થે હોય, ઉત્સર્ગના ઉમૂલન અર્થે નહિ.” એ વિચારવું. તેથી અપવાદ જેમ તેમ ન આચરાય. તેમજ એકલાઉત્સર્ગનેય આગ્રહ ખાટ; કેમકે પ્રસંગવિશેષમાં તદ્દન ભ્રષ્ટ થવું પડે કે અસમાધિ થાય, તેના કરતાં ઉત્સર્ગ સુરક્ષિત રાખવા તેવા પ્રસંગે અપવાદની આવશ્યકતા ય રહે. ત્યાં અપવાદસેવનને ઉદ્દેશ ઉત્સર્ગના ઉદ્દેશને સમાન હોવો જોઈએ. રત્નત્રયીની સમાધિ અર્થેજ એ સેવન હોય. આમ સહજ વિચારસરણી, કે કેઈપણ પ્રસંગ કે વસ્તુનું અવલોકન, મને રથનું ઘડતર, વગેરેમાં (૧) શાસ્ત્રજ્ઞાન, (૨) સદ્દગુરુ, અને (૩) સન્મા–સેવનના જ આગ્રહવાળી સન્મતિ, એ ત્રણની સહાયથી કોઈ પણ બાબતમાં બ્રાન્તિ, ઊંધી સમજ, ચિત્તને વિપર્યાસ ન થવા દે. વિપર્યાસ ન થાય તો જ ઈષ્ટ સાધી શકાય. આ માત્ર સામાન્યથી. વિશેષથી તે વિપર્યાસ ન હોવા સાથે ઈષ્ટસાધક સામગ્રી પણ જોઈએ. એટલું ખરું કે વિપર્યાસ ન હોવાથી કાર્યના શુદ્ધ ઉપાયમાં પ્રવૃત્તિ થઈ શકે.
સૂત્ર-gબમાવે અમિQસિદ્ધી પાયાવિત્તિઓ | નાવિવાत्थोऽणुवाए पयट्टइ । उवाओ य साहओ नियमेण । तरस तत्तच्चाओ अण्णहा, अइप्पसंगाओ । निच्छयमयमेवं ।
અર્થવિપર્યાસ ન હોવાથી (સમ્યગુ) ઉપાયમાં પ્રવૃત્તિ થવાના કારણે ઈષ્ટ સિદ્ધ થાય છે. અ-બ્રાન્ત પુરુષ મિથ્યા ઉપાયમાં પ્રવૃત્ત થતી નથી. ઉપાય તે (તે કે જે કાર્યને) અવશ્ય