________________
૩૨૬
[ પંચસૂત્ર-૪ પ્રેમ તે આત્મઘાતક છે. ? વગેરે સાવધાનીવાળા એ મિથ્યા વિકલ્પથી સ્પર્શાતે નથી.
મેઘકુમાર મુનિને રાતના બીજા મુનિઓને પગની રજ સંથારામાં પડવાથી ઊંઘ ન આવી. “ક્યાં મુલાયમ મખમલની શય્યા અને કયાં આ ધૂળ ભર્યો સંથારો ! આ કષ્ટ સહન ન થાય.' એમ ચિતવી પાછા ઘરે જવાને વિચાર કર્યો. આ વિપયર્ય થયો. પરંતુ મહાવીર પ્રભુએ પૂર્વને હાથીના ભવની દયા યાદ કરાવી “ ત્યાં પ્રાણસાટે દયા પાળી, તે મહામુનિઓના પગની રજ શી વિસાતમાં? વગેરે કહી સ્થિર કર્યો.
રાજપુત્ર આદ્રકુમાર મહાવૈરાગ્યથી અતિ ઉત્કંઠાએ ભાગીને ચારિત્ર લેનાર છતાં પૂર્વભવની પત્ની અહીં શ્રેષ્ઠિ-કન્યા બનેલી તેના રાગમાં તણાયા વિપર્યય પામ્યા, તે માર્ગ ચૂક્યા, ઘરબારી થયા. પછી પશ્ચાત્તાપ સળગે અને રાગનાં બંધન ફગાવી દઈ મહામુનિ અવધિજ્ઞાની બન્યા.
વળી બ્રાતિ એવી થાય છે કે હું ઘરે હતી ત્યાં આવા આવા ઊંચા દ્રવ્ય વાપરતે, આવી સત્તા ધરત; ત્યારે અહીં ચારિત્રમાં કૂચે મરવાનું થાય છે.” કંડરીક એ બ્રાતિમાં પડ્યા, ૧૦૦૦ વર્ષ ચારિત્ર પાળ્યા પછી ઘરે આવી બેફામ બન્યા તે સાતમી નરકે ગયા !
અથવા બ્રાન્તિ એવી થાય કે “સન્મતિતર્ક આદિ શાસ્ત્રાધ્યયનના કારણે આધાકર્ષિક આહારની શાસ્ત્ર છૂટ આપે છે. તે આપણે આજના છેવટ્ઠા સંઘયણનું શરીર ઠીક ટકાવી રાખવા અને મગજ પુષ્ટ રાખવા આધાકર્મિકઆદિ આહાર લો, ઘી-દૂધ