________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૩૩૧ સુધી તે વીતરાગતાને એ અટકાવે, પ્રતિબંધ કરે. પ્રતિબંધકને કારણ કેમ કહેવાય ?
પ્ર-તે પછી જિનભક્તિ વગેરે પ્રીતિ-ભક્તિ-અનુષ્કાને તથા શુદ્ધ જિનાજ્ઞાની મમતાથી થતાં વચનાનુષ્ઠાન કેમ આરાધવાનાં કહ્યાં છે?
ઉએ આરાધવાનું વ્યવહારનયથી જરૂરી છે. એનું કારણ એ છે કે વીતરાગ બનવું છે તે સર્વથા રાગછેદ કરે જોઈશે. પરંતુ જીવને ઇન્દ્રિયવિષયે-પૈસા-પરિવાર વગેરે પર એટલા બધા ગાઢ રાગના સંસ્કાર વળગેલા છે કે એથી એ રાગ એમ હટે એવું નથી. એના માટે તે પહેલાં શ્રી વીતરાગ પ્રભુ, નિર્ગથ ગુરુ દયા-દાનાદિ ધર્મ, જિનાગમ, તીર્થો વગેરે પર રાગ જમાવાય, તે પછી એમનાં આકર્ષણ અને ઉપાસનામાં પેલા અશુભ સ્થાનેના પરિચય ઘટે, પ્રવૃત્તિ ઘટે, આકર્ષણ ઘટે. એમ કરતાં કરતાં એના રાગ ઓછા થતા આવે, અને એક ધન્ય ઘડીએ એને સંપૂર્ણ નાશ થઈ પ્રશસ્ત સ્થાનો દેવાધિદેવાદિમાં તન્મયતા વધી જતાં રાગને બદલે હદયની એકાકારતા થવાથી અનાસંગ ગ અનાસક્ત દશા આવીને ઊભી રહે. પછી વીતરાગ બનતાં વાર નહિ. આમ, મૂળ પાયામાં શુભ રાગના પ્રીતિ–ભક્તિવચનાનુષ્ઠાન ખૂબ આરાધાય તે જ અસંગાનુષ્ઠાને પહોંચાય છે, માટે એ જરૂરી છે, નિરુપયેગી નથી.
પ્ર-તે પછી નિશ્ચયનય કેમ એને ઉપાય માનતું નથી?
ઉ૦-નિશ્ચયનય સૂક્ષમતાએ વસ્તુ જુએ છે, તેથી કાર્ય અવશ્ય ઉત્પન્ન કરે એને જ કારણ કહે છે. નિશ્ચયની આ