________________
૩૨૨
[ પંચસૂત્ર-૩
(૫) કેઈના અનિષ્ટ બોલ સહન નહિ થાય, દીનતા આવશે. (૬) સત્ત્વ નહિ હોય તે દેવાધિદેવની સન્મુખ કરેલી ચારિત્રની પ્રતિજ્ઞાને ખેડખાંપણ લગાડતાં વાર નહિ લાગે....ઈત્યાદિ ખામીઓ કાઢવા સત્ત્વની જરૂર છે.
ચિત્તવિશુદ્ધિ અને મહાસ કેળવવા માટે (૧) મહાપુરુનાં જીવન-પ્રસંગેનું આલંબન કરવું, એ પ્રસંગે નજર સામે તરવરતા રાખી એમાંથી ચિત્ત-શુદ્ધિ અને સત્ત્વની પ્રેરણા મેળવવી. (૨) વળી એ વિચારવું કે જ્યારે સામાન્ય એવી સંસારની જવાબદારી પણ સત્ત્વની અપેક્ષા રાખે છે, ત્યારે વિશેષ એવી એક્ષ-સાધના તે મહાસત્વ વિના કેમ જ શુદ્ધ પાર ઉતરે? એથી ગમે તેવી આપત્તિમાં પણ અચલ સત્ત્વ જાળવી, એવા ઉદાસીનભાવે રહેવું જોઈએ કે “બનનાર હશે તે બનશે. બનવાનું મિથ્યા થનાર નથી. તો પછી શા સારુ અંજપિ અને રાગદ્વેષની પીડા ભેગવવી ? પ્રતિકૃલતામાં તે ઉલટું પરીસહ-સંવરમાર્ગની આરાધના છે, સહર્ષ કષ્ટ–સહનથી પાપ કર્મ ખપે છે, તે પછી ચારિત્રને દેષ લગાડી આપત્તિથી બચવાને ભ્રમ કેમ કરાય ? આત્માની ભાવશત્રુભૂત ઇંદ્રિાના તર્પણ કેમ કરાય ? કેમ સેવાય?”
અબ્રાન્તતા-આ ચારિત્રના ભાવની અને ચિત્તની વધતી વિશુદ્ધિ તથા મહાસત્ત્વના સહારે પહેલું આ એક અતિ આવશ્યક કાર્ય બને છે કે એ ચારિત્રવાન આત્મા મેલની ઉપાયભૂત ચારિત્ર-સાધનાઓ સંબંધમાં વિપર્યને ન પામે. બ્રાતિમાં ન પડે. ઉન્માર્ગે ન જાય. શ્રી આચારાંગ સૂત્રને ઉપદેશ છે કે જ્ઞાઈ સાપ નિવારવતો તમેવ અશુપાકિના” અર્થાત્ જે શ્રદ્ધા-વૈરાગ્ય