________________
પ્રજ્યા ગ્રહણ વિધિ ]
૩૧૫ અર્થાત વિચિત્ર પ્રકારના લૌકિક, દુન્વયી, સાંસારિક સંબંધ, કર્તવ્યો, પ્રવૃત્તિ, વ્યવહાર, જવાબદારીઓ વગેરે લેકધર્મને ત્યાગ કરીને લોકેત્તર ધર્મમાં પ્રવચન યાને ઉત્કૃષ્ટ ગમન કરે,યાજજીવ માટે લોકોત્તર ધર્મને સ્વીકારે. હવે એ સતત ગુરુ-પ્રતિબદ્ધતા,મહાવ્રતસમિતિ-ગુપ્તિ, ક્ષમાદિ, નિર્દોષ ભિક્ષાચર્યા જિનાગમ-સ્વાધ્યાય, જ્ઞાનાચારાદિ પંચાચાર વગેરેનું જીવન બનાવી પિલી લૌકિક વાતેથી એટલે કે ગૃહસ્થજીવનથી સર્વથા પર (અલગ) થઈ જાય, એ રીતે શ્રમણ જીવનમાં પ્રવેશ કરે. ' અર્થાત સર્વવિરતિ સામાયિક યાજજીવનું ઉચ્ચરે. એમાં સર્વ સાવદ્ય વેગ યાને પાપ વ્યાપારમાત્ર મનથી વચનથી કે કાયાથી ન કરવાના, ન કરાવવાના, અને કરતાને ન અનુમોદવાના પચ્ચકખાણ કરી સમભાવમાં આવે; એ સાવદ્ય ગની મમતા અને રાગદ્વેષ-હર્ષશોકરૂપી વિષમતા છેડી સમતા ધારણ કરે. ધન-માલ-કુટુંબ, સારાં ખાનપાન–વેશ-અલંકાર, મકાન-દુકાનવાડી, વગેરે બાહ્ય સંગ, અને આરંભ સમારંભાદિ હિંસા, જુઠ, અનીતિ અને પાપવૃત્તિપ્રવૃત્તિઓ વગેરે કશા સાથે હવે સંબંધ જ નહિ, મનથી પણ સંબંધ નહિ, અનુમોદનથી પણ સંબંધ નહિ. હવે સંબંધ ગુરુ સાથે, જિનાજ્ઞા સાથે, સંયમ-સ્વાધ્યાય-ત્યાગતપ-સાધ્વાચાર સાથે આગળ વધીને જ્યારે પંચમહાવ્રતની પ્રતિજ્ઞા ઉચ્ચારવામાં આવે ત્યારે એની સાથે વળી સવિશેષ સંબંધ, આવા જીવનમાં પ્રવેશ એ લોકેત્તર ધર્મમાં પ્રવ્રજન કહેવાય.
સૂત્ર-gણા ાિળાનમાળા મારુત્તિ = વિરાફિકળ્યા પુર્વ महाणत्थभयाओ सिद्धिकंखिणी।
इति पव्वज्जागहणविहिसुत्तं समत्तं ।