________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ]
૩૧૩ વિશેષરૂપે જ હોય. તેથી અરિહંતપ્રભુની પૂજા-મહાપૂજા કરવાનું કહ્યું. (૩) એમ ગુરુને જીવન મેંપવું છે, તે એમની પાસેથી ચારિત્ર લેવું છે, તે પહેલાં ગુરુ-મુનિઓની ભક્તિ કરવી એ એક અવશ્ય કર્તવ્ય છે. ચક્રવતી પાસેથી કંઈ કામ કરાવવું હેય તે પહેલાં એની ભક્તિ કરાય છે. (૪) ચારિત્ર એટલે તે જીવ પ્રત્યે ભરપૂર કરુણાભર્યો માગી. એમાં પ્રવેશ કરતાં સહેજે દીન દુઃખી છે પર દાન આપી કરુણ કરે. વળી એ જીવોની દુઆ મળવાથી વાતાવરણ પણ શુભેચ્છાભર્યું સજય, જે ચારિત્રસ્વીકારના પ્રસંગને ઉલ્લાસમય બનાવે છે.
(૫) દીક્ષા ગ્રહણ કરવી છે તે એની ક્રિયા-વિધિ ચાલે એટલા સમય સુધીમાં લઘુશંકાની બાધા વગેરે ન થાય, એ માટે પહેલેથી બાધા ટાળી લેવી જોઈએ એ યુક્તિયુક્ત છે. ત્યારે મુંડન યાને કેશોચ્છેદ એ રાગદ્વેષાદિ લેશેચ્છેદનું સમારક છે, એના પર નાન એ મંગળ છે, ભાવ સ્નાનનું સૂચક છે. દીક્ષાથીને ત્યાં ખ્યાલ આવે કે “આ હવે હું રાગદ્વેષાદિના ઉછેદ સાથે ભાવ-અશુચિનિવારણના માર્ગે જઈ રહ્યો છું.” વેશ પરિવર્તન એ હદય પરિવર્તનનું પ્રતીક છે, અને ભવિષ્ય કાળ માટે પણ સંસારનું વિસ્મરણ અખંડ રાખનાર છે. આરંભસમારંભ અને પરિગ્રહાદિના દિલને સૂચક ગૃહસ્થવેશ મૂકી સાધુવેશ ધરવાથી સર્વવિરતિના ભાર દિલ પર આવે છે. એ ઘણું ઘણી રીતે પછી મુનિ પણાનું રક્ષણ કરે છે. પ્રસન્નચંદ્ર રાજષિને કલેશમાં ચલ્યા ત્યારે અંતે મુનિશે એમને પાછા વાળ્યા. આમે ય ચારિત્રજીવનમાં પિતાને મુનિશ જ નજર સામે હઈ ગૃહસ્થજીવનની ઘણી ય કલ્પનાઓથી બચવાનું થાય