________________
૩૧૬
[ પંચસૂત્ર-૩ અર્થ-જિનેશ્વરદેવોની આ આજ્ઞા મહાકલ્યાણ સ્વરૂપ છે. તેથી મેક્ષાકાંક્ષી સમજુ માણસે (વિરાધનામાં) મહાઅનર્થને ભય હેઈ, જિનાજ્ઞાની વિરાધના ન કરવી. એમ “પ્રવજ્યા-ગ્રહણ વિધિ” સૂત્ર સમાપ્ત થયું.
વિવેચન-શ્રી જિનેશ્વર ભગવાનની આ આજ્ઞા છે, કે આ રીતે પ્રવ્રજ્યા લેવી જોઈએ. આ આજ્ઞા મહાકલ્યાણકારી છે; તેથી મોક્ષને અભિલાષી ડાહ્યો સમજદાર પુરુષ તેનું ઉલ્લંઘન કરવામાં મહાન નુકસાનને ભય રાખી તેની વિરાધના ન કરે; અર્થાત્ આજ્ઞાથી જરાય વિપરીત ન વર્તે. જિનાજ્ઞાની વિરાધનાથી દીર્ઘ દુર્ગતિ-ભ્રમણ જેવા મહાન અનર્થ નીપજે છે. જગતમાં જિનાજ્ઞાની વિરાધના કરતાં વધુ માટે કઈ ગુને નથી, પાપ નથી, અનર્થ નથી. જિનાજ્ઞાની વિરાધના જ મહાન પાપ, અપરાધ, અનર્થ છે, ત્યારે, જિનાજ્ઞાની અારાધના, એ જ હિતકારી છે. માટે મેક્ષરૂપ સર્વશ્રેષ-કલ્યાણના અભિલાષીએ સમજી રાખવું જોઈએ કે જિનાજ્ઞાની આરાધના કરતાં બીજે કઈ સાચે મોક્ષમાર્ગ નથી, એ જ વાસ્તવિક મેક્ષેપાય છે.
આ “પ્રજ્યા ગ્રહણવિધિ સૂત્ર એટલે કે વસ્તુતઃ પ્રવજ્યાગ્રહણ-વિધિની વસ્તુને સૂચવતું સૂત્ર પૂર્ણ થયું.
૩ જું સૂત્ર પ્રત્રજ્યાગ્રહણ–વિધિ સમાપ્ત