________________ 253 કાળ-અવસર મળ્યો છે? અને આ મહા કિંમતી કાળને ઉચિત શું કર્તવ્ય છે? મારી પૂર્વ સ્થિતિમાં અનંતા પુગલ-પરાવર્તન જંગી કાળ અનંતા જન્મ-મરણ કરી અનંત શરીરનાં પરાવર્તન કરવામાં ગયા ! જ્યારે, આ કાળ તેવાં પરાવર્તન ફરી ન કરવા પડે એવી સ્થિતિ ઉભી કરવા માટે સમર્થ મળે છે! છતાં આ કાળને હું કે ઉપયોગ કરી રહ્યો છું ! અજ્ઞાનમાં, મેહવાસનામાં, ને સંસારના વિકટ પંથમાં હજી પણ આત્માને રખડાવવાનો ! ભાન નથી કે એથી કાળના આવર્ત ઓછા થાય છે કે વધે છે?” આને વિચાર કરવા પૂછે અંતરાત્માને શું કહે છે ? “આ જીવનમાં જે જે વિચાર-વાણી-વર્તનના અભ્યાસ કર્યા, તે આ ખાસ માનવ જીવનના કાળમાં ઉચિત. છે ? બીજી ગતિના કાળમાં એ નહોતું બની શકતું ? આ કાળનું મહામૂલ્ય કેટલું ! અને એનું અવમૂલ્ય હું કેટલું કરી રહ્યો છું ? કેવા સુંદર પ્રકાશના પંથને અવગણ કેટલી ઘેર અંધારી અજ્ઞાનની ખીણમાં ઉતરી રહ્યો છું ? " વિચારવા જેવું છે કે ઉત્તમ માનવકાળને કે અધમ ઉપગ થઈ રહ્યો છે ? આજના યુગમાં સવારે જાગ્યા ત્યાં મહા રાગદ્વેષકારક વિકથાઓથી ભરચક-ભર્યા દેનિક પેપર જેવા સુઝે છે ! બજાર ભાવ, સિનેમા, વગેરેના સમાચાર જોઈ મન પર જડ. પદાર્થોની લેથ ઉપાડવી ગમે છે ! આહાર-પરિગ્રહ-સંજ્ઞા સવારથી માંડી કૂદાકૂદ કરે છે! ઇંદ્રિય વિષયની જ ગડમથલનું તે પૂછવું જ શું? રેડીયાના પ્રોગ્રામના કે બીજા ત્રીજા આવાને આવા જ આચરણ-વાણી-વિચારેથી દિવસ રાત પૂરા ! આ બધું શું કર્યું? મેહ વધાર્યો કે ઘટાડ્યો? સંસાર ભ્રમણવર્ધક.