________________
૨૬૦
સારૂ વાઘ વરૂ બનવું ?
અનાર્યપણાના કાળમાં પાપ નિદાન (પૌગલિક આશંસા) બહુ ર્યા, પરંતુ હવે અનાર્ય બનવાની શી જરૂર? જિન નહોતા મળ્યા ત્યારે કુત્સિત કુમત બહુ સેવ્યા, પણ હવે એ હોય?
આ તે તે કાલ છે કે જેમાં રસ, ઋહિ અને શાતાની લયલીનતા અને એના ગૌરવના પર્વત પર ચઢવાનું હવે સહેલાઈથી મૂકી દેવાય. એ ત્રણની આસકિત શિલાજતુ જેવી છે. શિલાજતુને તરસ્ય વાંદર પાણું માનીને પીવા જાય છે, પરંતુ મેં એંટી જાય છે. તેને કાઢવા હાથ ઘાલે છે, તે હાથ ચેટે છે. એમ કરતાં આખે ને આખે એંટી જાય છે. પછી તેના ઊખેડવાના ગમે તેટલા ધમપછાડા કે ગમે તેટલા પ્રયત્ન નકામા જાય છે, અને અંતે વધુ તરસ્ય, ભૂખે, અને બંધાએલોઅકડાયેલે મરણ પામે છે. એમ રસ, ઋદ્ધિ અને શાતામાં ચિટકેલા પામર છે વધુ તૃષ્ણ, વધુ ભૂખ અને વધુ બંધનોથી પકડાઈ અનેક જન્મમરણના કાતિલ દુઃખ પામે છે. એવું ચિટક્યાનું દેવાદિભવમાં સુલભ હતું, કેમકે ત્યાં બચવાના સાધને તેવા નહિ. જ્યારે, બચાવની વિપુલ સાધન-સામગ્રીથી સંપન્ન આ કાળ છે, એને ઉચિત શું? રસ-ઋદ્ધિ-શાતાના શિલાજતુમાં ન લેપાવું તે જ ને ?
વળી, આ તે કાળ છે કે જ્યાં જીવને આકર્ષતા રસઋદ્ધિ-શાતા એ કૂચા છે. કેમકે જેની આગળ આ તે શું, પણ ચકવતિના રસ–ઋદ્ધિ-શાતા પણ હિસાબમાં નથી ગણાતા એવા દેવકના રસ-ઋદ્ધિ-શાતા કઈ ગણત્રીએ ? તાત્પર્ય, દેના રંગરાગની સાધન-સમૃદ્ધિ આગળ માનવના રંગરાગની સાધન