________________
૨૯૬
[પંચસૂત્ર-૩
સૂચવે છે. અને, કરુણાને તે લોકને વિષે ધર્મની પ્રધાન માતા કહી છે. કેમકે, છ પ્રત્યેની કરુણામાંથી ધર્મ જમે છે, અને કરુણાથી શાસનની ઉન્નતિ થાય છે. તીર્થકર દે ચારિત્ર લેતાં પહેલાં વર્ષદાન દે છે. ગુરુ પ્રવેશ-મહોત્સવાદિમાં છૂટથી દાન દેવાય છે. તેથી શાસન પ્રભાવના થઈ લેક આકર્ષાઈને ગુરુ પાસે આવી ધર્મશ્રવણ કરી ધર્મ પામે છે. બીજા પ્રત્યે જે કરુણા હેય તે માતાપિતા પ્રત્યે કેમ ન હોય? અરે ! એ કરુણું નહિ પણ કૃતજ્ઞતા છે, ભક્તિ છે.
આ પ્રમાણે માબાપની ચિંતા ટાળી, એમની અનુમતિ મેળવીને, ચારિત્ર-ધર્મને અંગીકાર કરે.
સૂત્ર-અour gવદે વ વવનુ સિગા | ઘમરાઇi खु हिअं सव्वसत्ताणं । तहा तहेअं संपाडिज्जा । सव्वहा अपडिवज्जमाणे चइज्जा ते अट्ठाणगिलाणोसहत्थंचागनाएणं ।
અર્થ-નહિતર (અંતરથી) નિયી રહીને જ માયાપ્રયોગ કરે. (માયાથી) પણ ધર્મની આરાધના સર્વ જીવને હિતકારી છે. તે તે પ્રકારે એ માયાપ્રવેગ આચરે. (આમ છતાં માતાપિતા) સર્વથા ન જ સ્વીકારે તે અસ્થાન-ગ્લાન-ઔષધાર્થ ત્યાગના ન્યાયે (એમને) છોડીને જાય.
વિવેચનઃ-પરંતુ જે માતાપિતા મેહને વશ થઈ રજા ન આપે, તે જે કે મુમુક્ષુના હૃદયમાં માયા નથી, છતાં તે માબાપ પાસેથી રજા મેળવવા માટે બહારથી-દેખાવથી માયાપ્રયોગ કરે, પિતાનું દુઃસ્વપ્ન કહે, જેથી માબાપને લાગે કે આમાં પુત્રના આયુષ્યનું જોખમ છે તે એને ચારિત્રની રજા આપી