________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ]
૨૯૭ દે સમરાદિત્ય ચરિત્રમાં ચોથા ભવમાં યશેધર રાજાની કથામાં એના પહેલા ભવે એ સુરેન્દ્રદત્ત રાજા છે, અને ચારિત્રની ભાવનાથી માતાને સ્વપ્ન કહે છે કે “હું જાણે મેરુ પર ચડ્યો, ઊંચા આસને બેઠે, પણ ત્યાં કેઈકે મારે પગ તાણું મને નીચે ખીણમાં પટક્યો ! ” માતા એ સાંભળી કહે છે કે “તું મુનિના કપડાં પહેરી ઘરમાં બેસ.” આમ સંમતિ મળી.
પ્ર–શું માયા કરાય ?
ઉ૦-હા, જ્યાં સ્વ અને પરના દીર્ધકાળના હિત પર હિતના ઉદય દેખાતા હોય, ત્યાં હદયથી માયા રહિત રહી, જરૂર પડશે કેક સ્થાને માયાને સેવાય. ધમની આરાધના સર્વને હિતકારી છે; એથી એ માટે જ કરાતી માયા એ માયા નથી. કેમકે,
શાણું માબાપ અંતરમાં બચ્ચા પર ગમે તેટલું વહાલ ઊભરાતું છતાં, એની પ્રત્યે દેખાવથી રાગના ઉછાળા વિનાને ગંભીર વર્તાવ દાખવે છે. ત્યાં અંદરમાં જુદું, ને બહાર દેખાડવું જુદું, શું એ માયા નહિ? છતાં સંતાનના હિતાર્થે હોવાથી એ દોષરૂપ નથી. જેમ વૈદ્ય અંદરથી ચિકિત્સાકાળ લાંબે સમજવા છતાં, અધીરા દદીને બહારથી એવું દેખાડે છે, કે જાણે બસ હવે તુરતમાંજ સારું થઈ જશે. કેમકે, “એથી એનું મન પ્રસન્ન અને ઔષધપર શ્રદ્ધાળુ બને, તેમજ એ પથ્ય પાળે, તેથી આરોગ્ય સુલભ થાય,” એવું વિદ્યનું માનવું છે. શું આ માયા નહિ? ના, રેગીના હિતાર્થે હેવાથી માયા નહિ. તે રીતે શાળાએ જવાની રુચિ વિનાના બાળકને માબાપ સમજાવે છે કે “જા નિશાળે તને મઝા પડશે, માસ્તર સારા છે, મારશે