________________
३०६
[ પંચસૂત્ર-૩ માટે ત્યાગ કરે છે તે સાચો અત્યાગ છે; માટે તે જ ઉચિત છે. કેમકે તત્ત્વભાવનાએ, અર્થાત વસ્તુના પરમાર્થની વિચારણાએ, એ ત્યાગમાં તાત્ત્વિક દષ્ટિએ એમના હિતને માટે પ્રર્વતાય છે. ઉલટું અત્યાગ યાને ન છોડી જવું એ ખરી રીતે તરછોડવા જેવું છે, કેમકે અત્યાગથી એમને એમ વળગી રહેવામાં મિથ્યા (ટી) ધારણની વિચારણા છે. એથી એમના વસ્તુતઃ અહિતમાં પ્રવર્તાય છે. એ એટલા જ માટે, કે એમ સંસારમાં વળગી રહીને તે માતાપિતાને સમ્યક્ત્વાદિ શું પમાડી શકશે? અને ન પમાડી શકે તે પિતાના માતાપિતાને સમ્યક્ત્વાદિના અભાવે દીર્ધ દુર્ગતિમાં ગુમાવનારે એ બને. એ માતાપિતાને ભયંકર તરછોડ્યા નહિ તે બીજું શું કર્યું? વસ્તુને વિવેક કરાવનાર અને ભયંકર રાગમાંથી બચાવનાર એવા સમ્યક્ત્વાદિ પામવાને ઉત્તમ ભવ માનવને ! ત્યાં જ એ સમ્યકૃત્વ પામ્યા હોય, તે બીજાને દીક્ષામાં અંતરાય ન કરે; અને જે કરે છે, તે તેથી તે ભવભ્રમણમાં પડી જશે! અહીં શાણા પુરુષોની દષ્ટિએ શુભ અનુબંધ અને સમ્યક્ત્વાદિવાળી અવસ્થાની પરંપરા સર્જનારું સાત્વિક શુભ ફળ એ જ વસ્તુસ્થિતિએ મુખ્ય હોય છે. જે પ્રવૃત્તિનું વર્તમાનમાં સહેજ સારું ફળ હોય, પણ પછી ભયંકર ફળ આવે, તે તે પ્રવૃત્તિની માત્ર કેડીની કિંમત તે નથી, પણ નુકશાનકારિતા છે, તેથી ત્યાજ્યતા છે. ધીર વિચારક પુરુષે જે નિકટમાં મુક્તિગામી છે, તે પરમાર્થથી મુખ્ય એવા તાત્વિક ફળને જોવાવાળા હોય છે. જેટલી વધુ દીર્ધદષ્ટિએ હિતપ્રવૃત્તિ થાય, એટલી વિચારકતા ગણાય, અને એ મોક્ષને નજીક કરે.