________________
૨૯૪
[પંચસૂત્ર-૩ પરિણતિ એજ ઉદય હોય, કે એ આટલું કહેવા છતાં બંધ નથી પામતા, અને પુત્રને પિતાને સંસારમાંથી ચક્કસ નીકળવું તે છે જ, તે શું કરે? એમ ને એમ ન નીકળી જાય, પરંતુ પહેલાં પિતાની શક્તિ અનુસારે પૈસા વગેરેથી એમની સેવા કરે; તેમના જીવન-નિર્વાહની શક્ય ચિંતા-વ્યવસ્થા કરે. તે સ્વમતિએ શુદ્ધ આય-ઉપાયનું ઉપાર્જન હોવું જોઈએ. તેમાં બીજાની પાસેથી ઉપજાવાય તે આય, અને વ્યાજ વગેરેની જે નિયત આવક તે ઉપાય. પિતાની શક્તિ હોય, તેટલા પ્રમાણમાં એ કરી આપે. થાવાપુત્ર કડોની સંપત્તિ છોડી ચારિત્ર લેવા તૈયાર થાય છે ત્યારે એનાથી પ્રભાવિત થઈ કૃષ્ણ દ્વારિકામાં ઢંઢેરો પીટાવે છે કે આવા થાવરચા પુત્ર જેવા ચારિત્ર લે છે તો જે જે કઈને ચારિત્ર લેવું હોય તે ખુશીથી લે. એની પાછળની કુટુંબની આજીવિકા, અંધ અશક્ત માતા-પિતાની સંભાળ, વગેરે ચિતા કૃષ્ણ વાસુદેવ સંભાળી લેશે.” આ પછી થાવગ્ગાપુત્ર સાથે ૧૦૦૦ વણિક ચારિત્ર લે છે. ત્યારે એમાં કેટલાક આજીવિકા સંપાદન આદિ અર્થે અટકી ગયેલા હશે તેને પણ હવે એની ચિંતા પતી જવાથી ચારિત્ર લેનારા હશે.
પ્ર-બીજાની સહાય લઈને શું માતાપિતા ધર્માદાનું ખાય ? ઉ૦-આ પ્રશ્ન ચારિત્રની જ વાત આવે ત્યારે કેમ ઊઠે છે?
સંસારમાં રહે એવા અનેક પ્રસંગ બને છે કે જ્યાં અનિવાર્ય સંજોગોમાં યા બીજી રીતે અન્યની સહાય લેવાય છે ને તેમાં ધર્માદાનું ખાધું નથી મનાતું. દા. ત. દીકરા-દીકરી પરણાવવી અતિ જરૂરી હોય તે સંજોગવશ લેન લેવાય છે, ને ચાંલ્લા તે ખુશમિશાલ લેવાય છે ! એમાં ઉદાર શેઠ