________________
૨૯૨
[પંચસૂત્ર-૩
વિવેચન:-હે પુત્રવત્સલ ! મારા ઉપર કૃપા કરે, ને આ સંસારને ઉછેદ કરી નાખવા ઉજમાળ થાઓ. હું પણ તમારી અનુમતિથી સંસારના ઉછેદને સાધું. કેમકે, સંસારમાં અવશ્ય આવતી જન્મ-મરણની જંજાળથી હવે હું ત્રાસી કંટાળી ગયે છું. હવે તે જીવનભર સદ્ગુરુના ચરણે બેસી જાઉં. આ૫ વડિલ તથા ગુરૂદેવના પ્રભાવે મારું વાંછિત સમૃદ્ધ થાય. મને ઈષ્ટ એ ભવવિચ્છેદ જરૂર નીપજશે; અને અહો! આ ભવના અંત સાથે જ સંસારના અનંત પરિભ્રમણને શાશ્વત અંત થાય, કે એ અંત નજીક આવે, એ કેવી મધુરી ઈષ્ટસિદ્ધિ ! ”
સૂત્ર-gવં સેવિ વોાિ ! તમો સમમેઠુિં સેવિશ્વ વર્મા करिज्जोचिअकरणिज्ज निरासंसो उ सव्वदा । एरं परममुणिसासणं ।
અર્થ-એમ બાકીનાઓને પણ બુઝવે. બાદ, એમની સાથે ધર્મને સેવે, સર્વદા નિરાશંસ રહી ઉચિત કર્તવ્ય બજાવે. એ જિનાજ્ઞા છે.
વિવેચન:-આ રીતે માતાપિતાને બુઝવે. તેમજ પત્ની વગેરે બાકીના પરિવારને પણ ઔચિત્ય જાળવીને પ્રતિબંધ કરે. વજુબાહુ રાજપુત્ર પરણીને આવતાં રસ્તામાં પર્વત પર ધ્યાનસ્થ મુનિને જઈ વંદનાર્થે જવા ચાહે છે. સાથે મશ્કરીમાં “શું વૈરાગ્ય થયે છે?” આ કહે છે, શ્રાવકના દીકરાને તે પહેલેથી, વૈરાગ્ય હેય જ,” “તે કેણ રોકે છે? વિન્ન હોય તે હું સહાયમાં છું.” વજબાહુ મશ્કરી સામી કરે છે. તરત મુનિ પાસે જઈ ચારિત્ર માગે છે. સાળાની ક્ષમાયાચના અને રોકાવા આજીજી છતાં વજુબાહુ સંસારને સ્વપ્નવત્ જોતાં ચારિત્ર માટે મક્કમ છે, ઉપદેશ દે છે. એ તથા સાળો, પત્ની, જાનમાંના રાજપુત્રો