________________
૨૯૦
[પંચસૂત્ર-૩ ભવે બીજે! ભાવ ફરે છે, ઘડીમાં હર્ષ ઘડીમાં ખેદ ! એમ રાગાદિ ફરે ! કેવા ફેરફાર! એથી અહીંને સુખી પણ પરમાર્થથી સુખી નથી. કેમકે એ સુખ દુઃખરૂપ છે, તથા સુખ-પર્યાય ચંચળ છે. અર્થાત એ સુખ (૧) વર્તમાનમાં ઉત્સુક્તા ભર્યું, ચિંતાભર્યું તથા અનેકની અપેક્ષા રાખતું હોવાથી દુઃખરૂપ જ છે, અને (૨) પરિણામે પાપકર્મના ઉદય આવી સુખ અવશ્ય નાશ પામી દુ:ખ ઉભું થનારું છે. અહીં પણ દેખાય છે કે આરોગ્ય મટી રોગ થાય છે, કમાઈ મટી ખોટ આવે છે, નેહી મટી વિધી થાય છે, બીજો ભાઈ કે બેન જન્મતાં માબાપને પ્રેમ ઘટે છે, પરણ્યા પછી પત્નીને પ્રેમ ઘટતે આવે છે, સંતાન થતાં ચિંતાઓ વધે છે, એ માંદા પડતાં દુઃખ થાય છે, બીજી પણ પાડોશી, વેપાર, વહેવાર વગેરે તરફથી અનેક વિટંબણુઓ આવે છે.....વગેરે કેટલીય આપદા અહીં; ત્યારે પરલોકમાં અહીંના ને પૂર્વના બાંધેલા અશુભ કર્મોના ઉદયે કેટલાંય દુઃખ ઊભા થાય છે. (૩) વળી રગડા ઝગડામાં, કે બીજાને સુખ વધુ દેખી બળવામાં દુઃખ થાય છે. ત્યારે (૪) માથે મૃત્યુ હોવાથી સુખ દુઃખરૂપે છે. જેમ કે કેદીને ફાંસીની સજા ફરમાવેલી હોય, એના પંદર દિવસ બાકી હોય, અને તેને કહેવામાં આવે કે, “તું તારે માલ મિષ્ટાન્ન ખા, સંગીત સાંભળ, બગીચામાં ફર, બધી મેજ કર, ” પણ ફાંસીની કલ્પનામાં તે બિચારે ક્યાંથી લેશ પણ મોજ અનુભવે ? તેમ જીવ જન્મે એટલે અમુક મુદત પછીની મૃત્યુની ફાંસી ફરમાવાઈ ગઈ. હવે કેદીને તે પંદર દિવસ પછીની નિશ્ચિત મુદત ખબર છે, પરંતુ સંસારીને તે મૃત્યુ કયારે પકડશે તેને નિશ્ચિય