________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ]
૨૮૯ સૂત્ર-વિ િ સંસ ાર, અળgિબસ ! इत्थ खलु सुही वि असुही, संतमसंतं, सुविणुव्व सव्वमालमालंति । ता अलमित्थ पडिबंधेणं ।
અર્થ –સંસાર આનાથી વિપરીત ચંચળ સ્વભાવવાળે છે. એમાં ખરેખર, સુખી પણ દુઃખી છે, સત પણ અસત્ છે, સ્વમવત બધું આળપંપાળ (જૂઠ) છે. માટે આના પર મમત્વ રાખવાથી સર્યું.
વિવેચન:-સંસાર કેવો છે ? –
વળી દીક્ષાર્થી પિતાને માબાપને સમજાવે છે કે, તમે જાણે છે કે મેક્ષ એ છે, ત્યારે સંસાર એનાથી ઉલ્ટા લક્ષણવાળો છે. કેમકે (૧) મેક્ષમાં કઈ જ ઉપદ્રવ નહિ, ત્યારે સંસાર એ આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા-મૃત્યુ, રેગ-શેક-વિયેગ, કિષ્ટ-ઇષ્ટ-અનિષ્ટ વગેરે સવ ઉપદ્રનું જ એકમાત્ર ઘર છે. સંસારમાં ઉપદ્રવે જ છે, અરેસંસારના અગણિત ઉપદ્રવે તો દૂર રહો, માત્ર એક જન્મ પામવાને ઉપદ્રવ એ, કે એમાં ગુલામડા નટની જેમ જીવને વારે વારે નવનવા ભારે હલકા ભવવેશ ધરવા પડે છે, એ ય વિરપુરુષને શરમભર્યું છે. વળી (૨) મેક્ષ એક સ્થિર સ્વભાવનો, ત્યારે સંસાર પલટાતા આ ઉપદ્રથી ચંચળ સ્વભાવને છે. દા. ત. ભવ ફરે છે. માનવમાંથી પશુ થાય, વગેરે, શરીર ફરે છે, વય ફરે છે, સગાવહાલા ફરી જાય છે. સ્વભાવ ફરે છે, માણસમાંથી ભૂંડ થાય તો વિઝા ખાવાના સ્વભાવવાળો બને છે! સ્થાન ફરી જાય છે, મનુષ્ય હાલ અહીં, તે પછીના
૧૯