________________
પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ]
૨૮૭ કે મનને હોય છે, પણ શરીરાદિ જ ત્યાં નથી, તેથી અનિષ્ટને સંગ થવા જેવું ય કાંઈ નથી. ભૂખનું દુઃખ જ નથી, તેથી ખાવાનું કામ નથી. તૃષા નથી એટલે પીવાનું નથી. તેમજ બીજા કેઈ દોષ અર્થાત્ વ્યાધિ, અપકીર્તિ, અશાતા, વેઠ વગેરે વગેરે કાંઈ નથી. શરીર જ નથી પછી વ્યાધિ કોને ? નિદા-પ્રશંસા કરનારા લોકો જ ત્યાં નથી એટલે અપકીર્તિ ક્યાં થાય? શરીર નહિ તે કોઈ શીતઉષ્ણતાદિની અશાતા જ નહિ, પછી પહેરવાઓઢવા, ભેગું કરવા, કે હરવા-ફરવાની વેઠ શી?
ત્યારે મોક્ષમાં છે શું? સર્વથા સ્વતંત્ર જીવવા-રહેવાનું, કોઈ અંશે, કોઈ રીતે ય પરતંત્ર નહિ. આત્મા સવરૂપમાં જ મસ્ત રહે. આત્માનું સ્વરૂપ શું? કાલોકના દરેક દ્રવ્યના ત્રણે કાળના અનંતાનંત ભાવને જોવા, જાણવા, અને અવ્યાબાધ અનંતસુખ તથા અક્ષય અને અવિકાર્ય સ્થિતિના પ્રશાન્ત સાગરમાં ઝીલવું. પરતંત્રતા કેમ નહિ ? ત્યાં અશુભ રાગાદિ વિકારે નથી માટે. જીવ રાગાદિના વિકારોથી જ પરતંત્ર છે, રાગાદિના કારણે જ એના વિષયમાં અટવાય છે, એના આધારે જ ચાલે છે. એથી રાગાદિના વિકારેને લીધે જ પીડા ભોગવે છે. સિદ્ધપણામાં તે વીતરાગતાને લીધે પરમ સ્વાતંત્ર્ય છે. સાથે પરમ શાંતિ છે. કેમકે ત્યાં વ્યક્તરૂપે તે નહિ, પણ શક્તિરૂપે ય અંદર છૂપા પડેલા ય કોધાદિ કષાયે નથી કે જે અશાંતિ કરે. તેમ સકળ ઉપદ્રવને કાયમી અંત થવાથી ત્યાં શાશ્વતું શિવ છે. ત્યાં ગમનાગમનાદિ કોઈ કિયા નથી, કાંઈપણ ખસવાનું, હાલવાનું, બોલવાનું, ચાલવાનું, દબાવાનું, વગેરે કાંઈ નથી. સિદ્ધ હંમેશ માટે સર્વથા અકિય