________________
૨૮૫
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
આ પ્રમાણે પુત્ર માતાપિતાને સમજાવે. સૂત્ર:-ળે કુદે સāવોવમાઊં સિદ્ધિસાધમસાજોના उवादेआ य एसा जीवाणं । जं न ईमीएजम्मो, न जरा, न मरणं, न इद्ववियोगो, नाणिद्वसंपओगा, न खुहा, न पिवासा, न अण्णा काइ दोसो । सव्वहा अपरतंतं जीवावत्थाणं असुभरागाइरहिअं संतं सिवं अव्वाबाहंति ।
અર્થ -(સ્વકાર્યમાં જીવને જોડવાન) અવસર દુર્લભ છે, સર્વકાર્યોની તુલનાની ઉપર છે, કેમકે એ ક્ષસિદ્ધિના સાધક ધર્મનો સાધક અવસર છે, અને આ સિદ્ધિ જીવોએ પ્રાપ્ત કરવા યોગ્ય છે. કારણ કે ત્યાં જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, ઈષ્ટવિગ નથી, અનિષ્ટસાગ નથી, ક્ષુધા નહિ, તરસ નહિ, બીજે કોઈ દોષ નથી. સિદ્ધિના જીવની અવસ્થા સર્વથ અપરતંત્ર, અશુભરાગાદિ-રહિત, શાંત, નિરુપદ્રવ અને અવ્યાબાધ (પીડા રહિત) છે.
વિવેચન-દીક્ષાથીએ માતાપિતાને એ સમજાવ્યું કે માનવ જીવનને ભવસમુદ્ર તરવાના પોતાના કાર્યમાં જ છ દેવું જોઈએ. કેમકે એને અવસર મળ દુર્લભ છે,
ક્ષણેલભ-આવી ક્ષણ, આ મેકો, આ અવસર ફરીથી નહિ મળે. જગતમાં કઈપણ કાર્ય સાથે આને નહિ સરખાવી શકાય. સર્વ કાર્યોની તુલનાથી પર આ કાર્ય છે. એને અવસર એટલે અતિશય ચઢિયાતે આ પ્રસંગ છે. કેમકે મોક્ષનો સાધક જે ધર્મ સમ્યગદર્શનશાનચારિત્ર એનો સાધક અર્થાત્ એની સર્વાગ સંપૂર્ણ સાધનામાં ઉપગી આજ અવસર છે. બીજા જીવનમાં બીજાં કાર્ય બીજી ત્રીજી સાધનાઓ