________________
૨૮૮
[પંચસૂત્ર-૩
આ બધા યા એકાંત આ
Aવા મોક્ષ
છે, માટે અવ્યાબાધ સ્થિતિ છે. ક્રિયા છે ત્યાં અનેક બાધા (પીડા) નડે છે.
આવે મેક્ષ કેટલે બધે ઈષ્ટ બને ! જીવને બીજું જોઈએ પણ શું છે? આવું બધું તે એને બહુ ગમે છે. સર્વ વાતની જાણકારી એને પસંદ, સ્વાધીનતા જ એને ગમે; બધું મનમાન્યું બરાબર હોય, તે એને ગુસ્સે, રેફ માયા વગેરે કરવા જરૂર નથી; તદ્દન નિરુપદ્રવ સ્થિતિને એ અહર્નિશ ચાહક એને બેઠે હોય ત્યાંથી ઊઠવું ન ગમે, અર્થાત શકય હોય ત્યાં સુધી ક્રિયાને પરિશ્રમ ન હોય તો ઠીક લાગે; અને આ બધા ઉપરાંત સંપૂર્ણ અને સ્વાધીન, તથા એકાંત અને અનંત સુખને તે રસિયે. બસ, આ બધું મેક્ષમાં જ છે. માટે હે તાત ! આવા મેક્ષ માટે આખા સંસારમાં એક જ ઉપાગી એવા ઉચ્ચ માનવભવના આ મળેલા અવસરને નિષ્ફળ ન જવા દો, સફળ કરે. અન્યથા કિનારે સામે છતાં, પાછું સંસારસાગરમાં ઘસડાઈ ડૂબવા ભમવાનું રહેશે.”
હનુમાનજી વિદ્યાધર રાજા હતા, વિદ્યાના બળે મેરુ ઉપર યાત્રાએ ગયેલા, લાખ જેજન ઊંચા મેરુ પરથી પાછા નીચે ઉતરતાં નીચેથી ઉપર ૮૦૦-૯૦૦ જેજન વચમાં રહેલા સૂર્યના પ્રકાશને નીચે નીચે ક્ષેત્રમાં મધ્યાહ્ન, સાંજ, અસ્ત, સંધ્યા વગેરે જુદા જુદા સ્વરૂપ જોયા. વિચારે છે, “અહો ! જીવન પણ જોતજોતામાં યુવાની, પ્રોઢતા, વૃદ્ધપણું, યાવતું અંતકાળમાં પટાતું છે! તે કેમ ગફલતમાં બેઠે છું ? ક્યાં સુધી આવા જન્મ-મરણાદિમાં અથડાયા કરવાનું? મેક્ષ માટે યત્ન કરું જેથી એથી છૂટી કાયમ માટે અજર અમર સ્થિતિ પામું.” તરત વૈરાગ્યથી ચારિત્ર લીધું સર્વ કર્મ ક્ષય કરી મોક્ષે સિધાવ્યા.