________________
[ પાંચસૂત્ર-૩
અ'ગારમક આચાય અભવી હતા. એમના ૫૦૦ શિષ્યા ગીત ની સલાહથી એમને ઓળખી લઇ છેાડી જાય છે. બીજા ચેાગ્ય ગુરુને પકડી એક સરખી આરાધનાના પ્રતાપે સ્વર્ગમાં જઈ પછી માનવ ભવે ૫૦૦ રાજકુમાર થાય છે અને એક રાજપુત્રીના સ્વયં વરમાં ગયેલા ત્યાં પેલા અભવી આચાર્યના જીવને દુ:ખી ઊંટ તરીકે થયેલેા જોઇ જ્ઞાનીના વચનથી એને ઓળખી વૈરાગ્ય પામી આત્મહિતના માર્ગે ચઢે છે. આ સમાન આરાધનાનું ફળ થયું. દીક્ષાર્થી જીવ માતાપિતાને એ સમજાવતાં કહે છે,—
૨૮૦
સૂત્ર:-બળદ્દા પારવવનિવાસિસળતુષ્ટમેર્ગામો મલ્લૂ, पच्चासो अ । दुल्लहं मणुअत्तं समुद्दपडिअरयणलाभतुलं ।
અ:-નહિતર એક વૃક્ષ પર આવી વસેલા ૫ખીમેળા જેવા આ મેળા) છે. મૃત્યુ ન અટકાવી શકાય એવું અને નજીક આવતુ' જાય છે. સમુદ્રમાં પડી ગયેલ રત્ન ફ્રી મળવા સરખું મનુષ્યપણુ' દુર્લભ છે.
વિવેચન:-નહિતર તેા, જો હું ચારિત્ર સાથું અને તમે ન સાધે તે સામુદાયિક સરખી સાધનાના અભાવે સામુદાયિક ફળ પણ નીપજે નહિ. તેથી પરભવે ભેગા થવાનું થાય નહિ. એટલે, એક વૃક્ષમાં ભેગા રાતવાસેા કરી, પ્રભાતે ઊડી છૂટા પડી જનાર અનેક પ ́ખેરાના જેવી સ્થિતિ થાય. અર્થાત્ આ ભવને અંતે જ ભવિષ્ય કાળ માટે એક બીજાથી અત્યંત છૂટા પડી જવાનું થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમ નિવાસ અથે વૃક્ષ પર ભેગા મળેલા પક્ષીઓ તુર્તજ જુદા પડી જાય છે, તેમ જીવાનો અહીં ટૂંકા સમાગમ પણ ભવિષ્યના મહા વિચાગમાં પરિણામ પામે છે. ત્યાં આપણા સચાગ કથાંથી બની રહેવાનો ?