________________
૨૭૮
[ પંચસૂત્ર-૩ તેમ, ભગવાને ગણધર મહર્ષિઓને ત્રિપદી આપી, ને દ્વાદશાંગીની રચના થઈ. એ મૃતના અખૂટ ભંડાર આપણને મળી તે ગયા, પણ હવે જે મેહના ઢાંકણા ખસેડી તત્તાનુસારિતા સમ્યફત્વ અને આત્માના નિર્મલ બાધ તથા સર્વ ને જગાડીએ, તે અનુસાર વર્તાવ નહિ, તે પેલા ભંડાર કામે લગાડવાનું કયાં કયું? કામે લગાડવાનું આ, કે બીજા સૂત્રમાં ફરમાવ્યાને અનુરૂપ વર્તન રખાય. તે તેની અસર માતાપિતા પર પણ એવી સુંદર પડે, કે એમને પણ એ જોઈ વગર ઉપદેશે માનવજીવનની ઈતિકર્તવ્યતા ચારિત્ર-સાધનામાં જ લાગે. તેથી એજ સાધવાનો વીહ્વાસ એમને ય પ્રગટે. એટલે પુત્રની સાથેસાથે એ પણ ચારિત્ર માટે તૈયાર થઈ જાય. જંબૂકુમારની સાથે એમના માતાપિતા એમજ તૈયાર થઈ ગયા.
દીક્ષાથીને માતાપિતાને પ્રતિબંધ
આમ છતાં, ધારે કે માબાપ જે કર્મની વિષમતાથી વગર ઉપદેશે પ્રતિબંધ પામ્યા નથી, તે તેમને ગમે તે પ્રકારે પ્રતિબંધ કરે. એ એમને સમજાવે કે “જુઓ, આપણને જે ઉત્તમ આયુષ્યની મૂડી મળી છે તે આ ભવ અને પરભવ બંને માટે સફળ કરવાથી પ્રશસ્ય ગણાય. જેણે જીવતર સુકૃતથી સફળ કર્યું, તેણે જ જીવી જાણ્યું. આ સુંદર જીવતરની સફળતા (૧) આ ભવમાં સર્વજીવને અભયદાયી પવિત્ર જીવનથી છે, અને (૨) પરલોકમાં ઉત્તમ સ્થાન, સ્થિતિ અને સુસંસ્કારના વારસાથી છે. આ બંને વસ્તુનો ઉપાય એકમાત્ર શુદ્ધ ધર્મ ચારિત્ર ધર્મ છે. હવે એ ન સેવ્યું, તે ય મૃત્યુ તે નક્કી જ છે, એ ભૂલવા જેવું નથી. માટે ચારિત્ર-ધર્મ લઈ લઈએ અને