________________
२७४
ઉપસ`હાર:-આ પ્રમાણેના કુશલ અભ્યાસમાં વિશુદ્ધવિશુદ્ધ બનતા ઉપર કહેલી ભાવનાથી ઘણાં કર્મના અંધન તેાડી નાખે છે. કમને તેવા વિશિષ્ટ નાશ થવાથી તે મુમુક્ષુ સાધુધર્મની ચેાગ્યતાને પ્રાપ્ત કરે છે. સંસારની ભયંકર દોષમય સ્થિતિની વિચારણાથી સ'સાર પ્રત્યે વિરાગી અનેલા તે, હવે સાધુધમ અને મેાક્ષની એક જ અભિલાષાવાળા છે. હવે એને સ'સારની કેાઈ ચીજ પ્રત્યે મેહમાયા નથી; અને મમતા રહિત તે ‘આ સારૂં અને આ મારૂં' કરવાનું છેાડી પરની ચિંતાએ અળવાનું કરતા નથી, તેમજ પરને સ`તાપ આપવાથી પણ દૂર રહે છે. સર્વે પ્રત્યે અનુકંપાવાળા અનેલા તે, રાગદ્વેષની પકડ મૂકી દેવાથી શુભ અધ્યવસાયના કંડકની વૃદ્ધિ પ્રમાણે આગળને આગળ વિશુદ્ધ બનતા જાય છે, એના ભાવ વિશુદ્ધ વિશુદ્ધતર થત આવે છે. આ રીતે સાધુધર્મની પરભાવનાના વિકાસક્રમને આરાધે છે.
—‘સાધુધ-પરિભાવના' સૂત્ર સમાપ્ત—