________________
૨૬૧ સમૃદ્ધિ કઈ વિસાતમાં નથી. દા. ત. આજના ગભર્યા શરીરમાં શાતાના શા લેખા? ત્યારે માટી-પાષાણ અને ઢાપિત્તળની સમૃદ્ધિ શી મોટી? તે આજના તુરછ સ્વાદ–એક દિવસ ખારૂં અને એક દિવસ ખાટું,-એવા ઢંગધડા વિનાને સ્વાદે કયા હિસાબમાં? જેમ એક શ્રીમંત માણસ કેઈને ત્યાં મેમાન થઈ પાંચે પકવાન્નના સ્વાદિષ્ટ સુંદર ભેજન ઉપર જમવા બેઠા હૈય, તેમાં જાતજાતની મિઠાઈઓ હેય અને તેમાંથી નીકળતી સેડમથી દૂર દૂર સુધી બેઠેલાઓને મેમાંથી પાણુ છૂટતું હેય, જમવા માટે ગલગલિયાં થતાં હેય; હવે ત્યાં એની સાથે બેઠેલા પૂર્વના તેવા જ કેઈ શ્રીમંત પણું હાલમાં રંક-દરીદ્ર બનેલાને ઘેંસ પીરસી હોય તે તે કેવી શોભે ? એ રંક જીવને કેવી મશ્કરી લાગે? પછી એ ઘેંસમાં શું રાચે એ પ્રમાણે કર્મો એકવાર પીરસેલી દેવતાની દિવ્ય ઋદ્ધિ, દિવ્ય ર અને પાંચે ઈન્દ્રિયની તથા શરીરની દિવ્ય શાતા આગળ કમેં હવે પીરસેલી માનવની ઋદ્ધિ-રસ-શાતા કેવી ? જે માનવ સમજે તો એને ભારે કલંકરૂપ લાગે કે “જે કર્મસત્તાએ એકવાર મને એ દિવ્ય સામગ્રીથી સન્માન્ય, તે હવે મને અહીં એની અપેક્ષાએ ગટર. કલાસ સામગ્રીથી નવાજે છે? શરીર ગંદકીને ગાડે ? રસ અશુચિમાંથી જન્મેલા ? અને ઋદ્ધિ દિવ્ય આગળ ઝુંપડા-કલાસ ? આ તે મારી મશ્કરી થઈ રહી છે. એમાં હું શું રાચું? અને દેવઋદ્ધિથી પણ જે મને કાયમી તૃપ્તિ થઈ નથી એ વર્તમાન અતૃપ્તિ કહી રહી છે, તે શું આ જન્મની તુચ્છ ઋદ્ધિ-રસશાતાથી કાયમી તૃપ્તિ થવાની હતી ? કાયમી તૃપ્તિ તે એની આધીનતા છોડવાથી થાય. એની આધીનતાને ફગાવી દેવા માટે