________________
૨૬૫
ચામડાને પ્રેમ મૂકી સાચે આત્મપ્રેમ તે હું ટકાવી શકું છું અને તે એમની પાસે ચારિત્ર લઈ એમની શિષ્યા બનીને ચરિતાર્થ કરીશ !ખરેખર એમજ કરીને એકજ વર્ષમાં મેહનીય સહિત ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.
ધનાજી સંસારમાં રહ્યા હતા છતાં લમીને હાથને મેલા અને વિષને વિટંબણાકારક લેખતા તેથી જ પોતાની કમાયેલી લાખ કોડની લક્ષમી પણ મેટાભાઈઓને અસંતોષ ટાળવા બધી જ પડતી મૂકીને ગુપ્તપણે પરદેશ ચાલી નીકળ્યો. તે પછી પણ મહાશ્રીમંતાઈ અને આઠ યૌવનાઓના વિષયસુખ પામ્યા છતાં જ્યારે એક પત્ની સુભદ્રા પિતાને ભાઈ શાલિભદ્ર વિરાગી બની ૧-૧ પત્ની રેજ ત્યજે છે એ પર રુએ છે, ત્યારે ધનાજી કહે છે “એ કાયર, નહિતર વૈરાગ્ય થયા પછી ધીરેધીરે શું છેડવું?” સુભદ્રા કહે છે “બોલવું સહેલું છે કરવું કઠીન;” ત્યાંજ ધનાજી ઊભા થઈ ગયા, ને વિષયે વગેરે ત્યજી ચારિત્ર લેવા નીકળ્યા.
વળી કાળના ભરોસે બેસી ન રહેતાં વહેલા સમજી લેવાની જરૂર છે કે (૧) અવશ્યભાવી મૃત્યુ ભયંકર છે, ભયને કરનારું છે એ અકય એવા અગણિત ભયને ઊભા કરે છે. જેને મૃત્યુ નથી એને કઈ ભય નથી. (૨) મૃત્યુ સર્વ વસ્તુને અભાવ કરનારું છે, એટલે કે આત્માને સર્વ વસ્તુથી રહિત કરનારું છે. મર્યા પછી અહીંના માલ, મિલકત, બંગલા, બગીચા, કુટુંબ, યાવત્ પિતાનું માનેલ શરીર, ઇંદ્રિયે આદિ પણ કોઈજ પિતાનું નહિ. (૩) મૃત્યુ અણધાર્યું આવે છે. તે કોઈ દિવસે આપણી કુરસદે કે જાણ કરીને આવતું નથી. રે આત્મન !