________________
વિવેચન:-વિષયસુખ પર મદાર ન બાંઘ. કેમકે એ વિષયે શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ (૧) અસાર છે, (૨) નક્કી જનારા–નાશ પામનારા છે, (૩) અંતે વિરસ-કવિપાક દેનારા છે. વિનશ્વર વિષયોમાં શે માલ છે? ગમે તેવા રળિયામણું રસ, રમણીય રૂપ, સુંદર સફેદો, સુકુમાળ સ્પર્શે કે સુગંધી મળે, પણ એ અસાર છે. કેમકે એ જડ અને પરિવર્તન પામી કુત્સિત–ખરાબ થનારા અથવા ક્ષણદેણનષ્ટ યાને જોતજોતામાં નાશ પામનારા છે. વળી અસાર એટલે કે આત્માને કશો ગુણ તે નહિ કરનાર, ઉપકારક તે નહિ કિનતુ ઉલ્ટા આત્માને વિકૃત, દુખી અને પરાધીન કરનાર છે. તેથી જ એ વિષયે આત્માની
અનંતી જ્ઞાન-સુખાદિ ત્રદિ આગળ તુચ્છ છે. વળી એના સંગ કાયમી નહિ જ, એટલે ભગવટાએ કે અંતે મૃત્યુએ અવશ્ય વિયોગથી છૂટા પડવાના છે; એટલું જ નહિ, બલકે પરિણામે આત્માને અસીમ કમબંધના વિપાકરૂપે ભયંકર દુઃખમાં રીબાવનાર છે. શું આ મારે મહાસારભૂત, અને અનંતસુખદાયી માનવ-સમય આત્મસમૃદ્ધિના ઘાતક, તુચ્છ, વિનાશી અને દુઃખદાયી વિષયો પાછળ વેડફી નાખું ?
નેમિકુમારને પરણાવવા માટે રાજીમતીના આંગણે લઈ આવવામાં આવ્યા; પણ એ તે વિરાગી હતા. ત્યારે રાજકુમારી રાજીમતી તે ખરેખર દિલથી પરણવાના કડવાળી હતી. છતાં
જ્યાં નેમિકુમાર તેરણિયેથી પાછા ફરી ગયા એટલે ભલે ક્ષણવાર આઘાત લાગી ગયે કિન્તુ પછી તરત જ આ વિચાર્યું કે “વિષયસુખ પાછળ મારે મેહ છેટે છે, કેમકે વિષય અસાર, વિનશ્વર અને પરિણામે કહુફળદાયી છે. બાકી નેમિકુમાર પ્રત્યે