________________
૨૬૨
જ અહ! મને કે સુંદર દેવગુરુધર્મની સામગ્રીવાળે આ કાળ મળ્યો છે !”
' વળી વિચારે, “ મમ વાઢ: વિમેગરૂ નિ?” આ ક કાળ મને મળે છે? એને યેગ્ય શું છે? આ તે કાળ છે કે જ્યાં સંસારની ચાર ગતિમાં ચિરકાળ ભ્રમણ કરાવનારી (૧) કષાય ચેકડી, એની કારણભૂત (૨) સંજ્ઞા–ચેકડી, તથા એ બે ચેકડીમાંથી જન્મતી (૩) આર્ત-રૌદ્ર પ્રત્યેકની દુર્ગાન ચેકડી, અને (૪) દેશ-ભજન-સ્ત્રી-રાજ્ય સંબંધી વિકથા ચેકડી, આ ચાર ચંડાળ ચોકડીઓને અંત લાવી શકાય. બીજી ગતિઓના કાળમાં આનું ભાન જ ક્યાં હતું તેમજ એને હટાવવાના યોગ કે સામર્થ્ય પણ ક્યાં હતા ? અહીં તે ભાન છે, સંગ છે, શક્તિ છે, ત્યારે હું એ ચેકડીઓને વધારી રહ્યો છું? કે ઘટાડી? મળવા ખાવાનું તે પુણ્યના હિસાબે જ છે, તે પછી નાહક ક્રોધાદિ શા માટે કરું ? એથી તે ઉલટું પાપ જમે થાય છે, જેના વિપાક ભારે ! પણ મારે હવે એવા કટુ વિપાક નથી જોઈતા. આમે ય આત્મા કર્મથી અને પાપથી ભારે છે. એમાં ફેગટ વધુ ભાર ભરે તે ભવાંતરે મારે ડૂચ નીકળી જાય ! માટે કષાય ન કરું, સંજ્ઞા ન પડ્યું, દુર્થાન ન લેવું, વિકથા ન આચરું કેમકે મારે મેક્ષ જોઈએ છે; ને મેક્ષમાં તે અનાહારનું સુખ છે, આહારનું નહિ, વિષયત્યાગનું સુખ છે, વિષયભોગનું નહિ, અપરિગ્રહનું સુખ છે, પરિગ્રહનું નહિ. વળી વિકથા તે સત્કથાને ગ્ય મળેલા આ દુર્લભ માનવ-સમયને લૂંટે છે! મન બગાડે છે, કષાય વધારે છે! માટે એને પડછાયો ય ન લઉં. દુર્ગાનને બદલે