________________
૨૫૭
દેવને કાળ પણ મેં જોયે. ઘણું જ ઋદ્ધિ-સિદ્ધિ જોઈ ત્યાં ખાવાની જરૂર નહતી, પણ પુણ્યાઈ મળી હતી. તેથી ઉત્તમ ખાનપાન ખાવાની જે ઈચ્છા, તેને માત્ર દિવ્ય સુંદર ઓડકારથી શમાવી શકાતી. બીજા પરિશ્રમ વિના માત્ર ઓડકારથી શમી જતી આવી સિદ્ધિ હોવા છતાં, જે ઈચ્છાઓ પર ઈચ્છાએ દેડતીજ રહી, તે આહાર-સંજ્ઞા ક્યાંથી તૂટે? સુવા-બેસવા માટે, હરવા-ફરવા માટે, આમેદ-પ્રમોદ માટે, બાગ-બગીચા, મુલાયમ વસ્ત્રો, મખમલના ગાલિચા, અતિ સુંદર પુષ્પ, સુંવાળી રમણીએ, એક દેવભવમાં કરે દેવીઓ, એ જે મળ્યું હતું, તે બધું રાગને વધારનારું હતું, ત્યાં વિષયસંજ્ઞા કયાંથી તૂટે? આહાર-સંજ્ઞા, વિષય-સંજ્ઞા તેડવાને ત્યાં કાળ જ ક્યાં હતું ? ક્ષેત્ર ક્યાં હતું? જ્યારે અહીં બધું જ અનુકૂળ છે. અહીં તે વિચારવા જેવું છે કે સારું છે કે રાગ વધારનારા સાધને તેવાં નથી, દા. ત. દિવ્ય સ્વાદિષ્ટ ખાણું કે મહાભ નથી, કે જેથી સંજ્ઞાઓ પિષવાથી બહુ સાર નીકળે. તથા તપ અને ત્યાગ અહીં કરી શકાય એમ છે. તેથી જ આ કાળ ઘણે જ ઉત્તમ છે.
આહાર કરતાં, વિષમાં ઇંદ્રિઓને જોડતાં, પરિગ્રહની મમતા તથા કષાયે કરતાં એમ થવું જોઈએ કે-“અરે ! દુશ્મનને હજુ હું પિષી રહ્યો છું? દુશ્મન સાથે દોસ્તી કરી રહ્યો છું? દુશમને મારા જ આત્મા પર હલ્લે કરવા આમંત્રી રહ્યો છું? કયારે અવસર મળે કે એનાથી ભાગી છૂટું.”
કેઈ કહેશે કે આ શરીરને ટકાવી રાખવા સારૂ તે ખાવાની જરૂર છે ને? પણ એને ખબર નથી કે (૧) જરૂર
૧૭