________________ 254 પ્રવૃત્તિ વધારી કે ઘટાડી? વર્તમાન ઉત્તમ કાળ આ માટે છે? આ તે તે કાળ છે, કે જેમાં પ્રભાતે આત્માના ત્યાજ્ય અને કર્તવ્યના વિચાર કરી શક્યના સંકલ્પ કરી શકાય, જ્યાં પરમાત્મા અને મહાપુરુષના ભવ્ય કલ્યાણ પરાકમે અને ભવ્યાતિભવ્ય ઉપકારે નજર સામે તરવરતા રખાય, શાસનના તત્ત્વ-વિસ્તાર અને આરાધનાના અસંખ્ય પ્રકારના ભવ્ય પ્રકાશ જ્યાં મન પર ઝગમઝતા કરાય, એ કરીને જ્યાં આત્મા પરથી અનંત કાળની જામ વાસનાઓનાં જાળાં ઉખેડી શકાય, જ્યાં અનંત કર્મકાષ્ટને ધર્મસાધનાના જ્વલંત અગ્નિથી બાળીને સાફ કરી શકાય, જ્યાં અનાદિ, અનંતકાળથી મહામલીન આત્માને વિશુદ્ધ ભાવનાઓથી મધ્યાહ્નના ગ્રીષ્મ-સૂર્યવત્ સંપૂર્ણ તેજસ્વી બનાવી શકાય, એવા આ કાળમાં વાસનાઓના જાળાં વધારવાનું, નવા કર્મઉકરડાના કચરાને મેહના ટોપલાથી ભરીભરીને આત્મામાં ઠાલવવાનું અને મેલા અધમ વિચારો-લાગણીઓથી આત્માને વધુ અંધકારમય કરવાનું કરાય, એ કેટલું બધું કાળને અનુચિત ! આ તે તે કાળ છે, જ્યાં ચેતનને જડવત્ બનાવનારી જે આહારાદિ ચાર સંજ્ઞા, કોધ-માનાદિ ચાર કષાયસંજ્ઞા, લેકવાહવાહની સંજ્ઞા અને એઘ (ગતાનુગતિકતા) સંજ્ઞા, એમ 10 મહા સંજ્ઞાઓને નશે આજ સુધી આત્માને ચડ્યો હતો, અને એ નશામાં જીવ કર્મથી સંસારના બેહુદા વિચિત્ર નાટક ના હતે, હિંસા-જૂઠ વગેરે દુષ્કૃત્યમાં દટાએ રહેતો હતું, અને એથી જ કર્મ બાંધતાં પાછું વાળીને જોયું ન હતું, કે વિચારણા કરવા સરખી ય કુરસદ સખી નહતી, તે દુષ્ટ 10 સંજ્ઞાઓને દાન શીલ, તપ, ભાવના, ક્ષમાદિ, જ્ઞાની પર દષ્ટિ અને સંયમ-વિવેકથી