________________
૨૫
સાથે વિધિ ન સાચવી. અથવા જેમ ઘરમાં કંકાસ કરી કઈ સાથે રગડી ઝગડીને મંદિરે પૂજા કરવા આવે, દેખાવમાં પૂજા સારી કરે, ફૂલ વગેરે સારા ચઢાવે, પરંતુ ત્યાં ગૃહફલેશના વિચારે આવ્યા કરે, કિયા ભલે ને કાયાથી થતી હોય, પરંતુ મને તે આૌદ્ર ધ્યાનમાં જ હોય છે તેથી પૂજાને ઉત્તમ પણ આચાર હદયને શી શાંતિ અને શે શુભ ભાવ આપે ? તે પ્રમાણે પૂર્વોક્ત આગમગ્રહણ વગેરે જે વિધિ વિનાનું પ્રવર્તતું હોય તે તે શુભભાવ ન જગાવવાથી ભાવમંગળ ન બની શકે. વ્યવહારમાં જેટલી શુદ્ધિ, તેટલા પ્રમાણમાં ધર્મસ્થાને ઊંચા વ્યવહારમાં જેટલા શુદ્ધ ભાવે, શુદ્ધ પરિણતિ, તેટલાજ ધર્મના શુદ્ધ અધ્યવસાયે, તેટલી જ ધર્મની સુંદર આરાધના. વ્યવહારમાં જેટલી અશુદ્ધિ, તેટલી જ અહીં પેકળતા. માટે તે સંસારી જીવે ચારિત્ર સુધીને મહાવતે ય અનંતીવાર લીધા છતાં આજ્ઞા–ભાવન, લેકવિરૂદ્ધત્યાગ વગેરે વિધિપાલન વિના એ નિષ્ફળ ગયા, ભાવમંગળરૂપ ન થયા. ત્યારે. અર્જુન માળીના પ્રતિબંધક સુદર્શન શ્રાવકને શ્રાવકનાં અણુવ્રત પણ આજ્ઞા–ભાવન આદિ વિધિ યાને વ્યવહારશુદ્ધિ પૂર્વકના હતાં, તે એ ભાવમંગળરૂપ થયાં. ભાવમંગળતા એવી થઈ કે એણે આત્મા પર શુભ અધ્યવસાયનું ઓજસ મહેકાવ્યું–મઘમઘાવ્યું ! જેના પ્રભાવે અજુનમાળીના શરીરમાંથી જક્ષને નિસ્તેજ બની ભાગી જવું પડયું ! એવી રીતે નાગકેતુ શ્રાવકને પણ વિધિપૂર્વકનાં વ્રતપાલને એવું ભાવમંગળ થયું કે એના પ્રભાવે રાજા અને આખા નગર પર શિલા વિકુવને વિધ્વંસ કરવાને ઉપદ્રવ કરનાર વ્યંતર પણ અંજાઈ ગયો, અને શિલા સંહરી નાગકેતુના ચરણે આવી નમી પડ્યો !