________________
૨૪૦
ભગવાન અરિહંતદેવ એ સમજાવે છે. કેમકે એ ત્રણ લેકના બંધુ છે, સાચા સનેહી છે, અત્યંત ઉત્કૃષ્ટ તીર્થકર નામકર્માદિના પુણ્યના પ્રભારવાળા છે, પરમ કાણિક છે. એમની અનાદિ વિશિષ્ટ યેગ્યતા અર્થાત્ વિશિષ્ટ તથાભવ્યતાના બળે એ પ્રભુ જ તીર્થંકરપણાનું પુણ્ય ઉપાર્જતાં જગતના સમસ્ત પ્રાણીઓ પર અપરંપાર એકાંતિક ભાવે કરુણાવાળા બને છે. કારણ કે, એ કરુણા આવવામાં વિશિષ્ટ જ તથાભવ્યત્વ જોઈએ ને તીર્થકરના આત્મા જેવું તથાભવ્યત્વ બીજા પાસે નથી. એથીજ તીર્થકરે સર્વ શ્રેષ્ઠ સમ્યકત્વાદિ બાધિ જે વરાધિ, તેને ધરનારા હેવાથી, ખરી રીતે તે બીજાના ઉપદેશ વગર સ્વયં જ બુઝેલા છે, જડચેતનના યથાર્થ સ્વરૂપના નિશ્ચિત બોધવાળા બની મહા વિરાગવતા છે. એવા જે વિશિષ્ટ આત્મા તીર્થંકરદેવ, એ એમ ફરમાવે છે.”
સૂત્રઃ-gવં સમારક, તવિસુ સમાચાર સ દિન, भावमंगलमेअं तन्निष्फत्तीए ।
અર્થ:-એ પ્રમાણે વિચારીને અહિંસાદિ ધર્મસ્થાનોને બાધ ન કરે એવા સુંદર આચારમાં ઠીક પ્રવર્તે. એ નિષ્પન્ન યાને સિદ્ધ થવા પર ભાવમંગળ બને છે. - વિવેચન-એ પ્રમાણે તીર્થકર વચનનું સચોટ પ્રણિધાન કરવા પૂર્વક વિચારીને અને નિર્ધારીને ધર્મસ્થાને (સમકિત, દેશવિરતિ વગેરે)ને વિરુદ્ધ નહિ, તેમ જિનવચનને બાધ ન કરે પણ અવિરુદ્ધ, અનુકુલ હોય, એવા વિવિધ આચારોમાં સારી રીતે શાસ્ત્રનિયમાનુસાર પ્રવર્તવું. આ રીતનું વિધિપૂર્વકનું ધમવર્તન સિદ્ધ થતાં ભાવમંગી બને છે.