________________
૨૪૮
કહ્યું છે કે અ(ધન)ના રાગમાં અંધ બનેલા જીવ પાપનેજ આચરીને જે કાંઈ લાભ મેળવે છે, તે ખડિયામિષની જેમ તે રાણાન્ય જીવનો વિનાશ કર્યા વિના પરિણમતા નથી, અર્થાત્ વિનાશનો જ પરિણામ લાવે છે.
9
• ડિશામિષ ' એટલે શું ? ખડિશ=માછલી; આમિષ= માંસ, જેમ માછીમાર માછલાં પકડવા લોખંડી અણીયારા કાંટાને માંસના ટૂકડાથી ઢાંકી પાણીમાં નાખે છે, ત્યારે એ માંસ અત્યંત સ્વાદિષ્ટ લાગતું હોઇને માછલાં કોઈપણ જાતના વિચાર વગર ઝડપથી તેને માંમાં આખું ગ્રહણ કરે છે, અને ખાવા લાગે છે ત્યાંજ પેલે કાંટા તાળવાને વીધી ચાંટેલા રહે છે. અજ્ઞાનીને શા ખ્યાલ કે સ્વાદિષ્ટ સુંદર દેખાતા માંસની અંદર રહેલે આંકડા (કાંટા) તારા સ્વાદ પૂરા થતાં પહેલાં અને એ માંસ પચતા પહેલાંજ તને તાળવે વીંધી ઘાતકીના હાથમાં પકડાવી તારા પ્રાણને હરી, જીવનનો નાશ કરશે ? એજ પ્રમાણે અનીતિથી મેળવેલી સપત્તિ અને ભાગવિલાસા, દેખીતી રીતે તે ક્ષણવાર ઘણાજ રવાદિષ્ટ લાગશે, પરંતુ તેની આશાએસ લેતાં પહેલાંજ તેની પાછળનાં પાપાથી બાંધેલા મહા ચીકણાં કર્મો તારા આત્માને ક્રૂરપણે હણી નાખશે. પવિત્ર, સુંદર, તેજસ્વી ને મહાશક્તિશાળી તારા આત્માને મલીન, ખિભત્સ, તેજરહિત અને મહાઅશક્ત બનાવી, હતા ન હતા કરી દેશે !-એ જીવે ભૂલવું જોઇતું નથી. બ્રહ્મદત્ત, ત્રિપૃષ્ઠ, મમ્મણુ વગેરેનાં દૃષ્ટાંતમાં એ ખરાખર જોવા મળે છે.
આ બધી વસ્તુ કાણુ સમજાવે છે ? આત્માને સુંદર અતિસુંદર, અને મહાસુખી બનાવવાનો માર્ગ કાણુ ખતલાવે છે ?