________________
ભવાભિનંદીના ૮ દુર્ગુણ અહીં ભવાભિનંદીને આઠ દુર્ગણે સમજી લેવાની જરૂર છે જેથી જીવનમાંથી હંમેશ માટે એને દૂર કરી દેવાય, અને સબીજ ધર્મક્રિયાને ધર્મઆચારને અવકાશ મળી શકે. આઠ દુર્ગણે આ પ્રમાણે છે –
क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः ।
अज्ञो भवाभिनंदी स्याद् निष्फलारंभसंगतः ॥
(૧) ક્ષુદ્રતા, (૨) લાભરતિ, (૩) દીનતા, (૪) માત્સર્ય, વૈભય, (૬) શઠતા, (૭) અજ્ઞતા, અને (૮) નિષ્કલારંભ પ્રયત્ન આને ટૂંકે વિચાર આ મુજબ છે –
(૧) મુકતા:-હૃદયક્ષુદ્ર એટલે તુચ્છ, છીછરું, ઉત્તાન, ઉછાછ, હલકટ, વગેરે હેય. એમાં વસ્તુને ઊંડાણથી જોવાની વાત નહીં. માત્ર પોતાને અધમ સ્વાર્થ જ પ્રિય હોવાથી એ સ્વાર્થ સિદ્ધ કરવાની તાલાવેલીમાં કઈ પણ વસ્તુ કે પ્રસંગને દીર્ધદષ્ટિથી કે નિપુણદષ્ટિથી જોવાની વાત જ ન હોય. આ સ્થિતિમાં તાવિક શ્રદ્ધા આવેજ ક્યાંથી? તત્ત્વ ગળે ઉતરે નહિ, સમજાય નહિ, તે પછી ટકવાની વાત જ શી ? તની વાતે ગળે ઊતરે અને ટકે તે જ સતત વિચાર તાત્વિક કેટિના રહી શકે. એ માટે તુચ્છ સ્વાર્થની અંધતા ટાળી વસ્તુ કે પ્રસંગને સાચા રૂપમાં જોઈ તપાસવી, અને એ માટે સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરે. એમ કરવાથી અનુચિત વર્તન, દુષ્કૃત્ય કે દિલના દુષ્ટ ભાવથી બચી જવાય. આના માટે ધર્મરત્ન પ્રકરણમાં પ્રસંગ જોવા જેવું છે.