________________
૧૧૬
આવશ્યકતાને ખ્યાલ આવે. આમ કર્મ–કષાયને ભય અને એથી મુક્ત કરનાર અરિહંદાતિ ચાર પ્રત્યે રક્ષણની તીવ્ર શ્રદ્ધા અને ગરજ એ ત્રણ ભેગા થઈને સાચે શરણને ભાવ ઊભું થાય.
શરણ–સ્વીકારને ઉચ્ચ ભાવ લાવવા માટે અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે મરણ શય્યાએ પડેલો માણસ કેટલા ગદગદ અને કકળતા હૃદયે અરિહંતાદિનું શરણું સ્વીકારે છે ! એનું કારણ, પોતાના માનેલા બધાં જ સગાંસ્નેહી અને કાયા સુધીની પોતાની બધી માલમિલકત વગેરે કેઈજ પિતાને રક્ષણ આપી શકતા નથી, – એ નજરોનજર દેખાય છે. પિતાને હવે તરતમાં પરલોકમાં જવાનું છે, એ હકીક્ત મન સામે તરવરી રહી છે. વળી જીવનભર આચરેલા પાપ પર દિલ કકળતું છે. આ પરિસ્થિતિમાં દેખાય છે કે પરલોકમાં રક્ષણ આપી શકે તે તે માત્ર અરિહંતાદિ ચાર છે. બસ, આવા અંતકાલે સ્વીકારાતાં શરણની જેમ જ ચાલુ જીવનમાં પણ એ પરિસ્થિતિ મનમાં લાવી, વળી, કેને ખબર પછીની ઘડીએ હું જીવંત હઈશ કે કેમ? એમ સમજીને એજ પ્રમાણે ગગદભાવ વગેરે સાથે શરણ સ્વીકારવાં જોઈએ.
જાવાજજીવંમે ભગવંતે પરમતિ લોગનાહા અણુત્તરપુત્રસંભારા, ખીણુરાગદેસમેહા, અચિતચિતામણી, ભવજલહિપોઆ, એગંતસરણ, અરહંતા સરણું
, અર્થ જીવનભર મારે ભગવાન પરમ ત્રિલેકનાથ, ઉત્કૃષ્ટ પૂણ્યસમૂહવાળા, રાગ-દ્વેષ-મેહનો ક્ષય કરી ચૂકેલા, અચિંત્યચિંતામણ, ભવસાગરમાં જહાજ, એકાંત શરણ કરવા યોગ્ય અરિહંત દેવે શરણ છે.