________________
૧૨૫
એવાએ સિદ્ધ ભગવતે શ્રેષ્ઠમેક્ષતત્વ૫ છે; કેમકે (૧) જગતમાં તત્ત્વ બે-જડ અને જીવ. જડ કરતાં જીવ ઉત્તમ છે. કારણ કે કઈ જડ કદી શાશ્વત શુદ્ધ નથી બની શકતું, જ્યારે જીવ એવું શાશ્વત શુદ્ધ બની શકે છે, કે જેથી પછી કદીય અશુદ્ધ ન થાય. વળી (૨) જીવ તત્ત્વમાંય સિદ્ધ-બુદ્ધ-મુક્ત જે બીજા કરતાં શ્રેષ્ઠ છે, કેમકે તે સર્વથા કર્મ કલંકથી રહિત છે. (૩) વળી નવ તત્ત્વમાં અંતિમ સાધ્ય મેક્ષ તત્વ છે, તે મેક્ષ સિદ્ધ સ્વરૂપ છે. માટે ય સિધ્ધ પરમ તત્ત્વરૂપ છે. એમનાથી ઊંચું કે એમના સમાન બીજું કઈ તત્વ નથી. એ એવા સંપૂર્ણ કૃર્તાથ છે કે એમને મેક્ષ મળ્યા પછી કાંઈ મેળવવાનું બાકી રહેલું નથી. હવે એમને શરીર નથી, ઈદ્રિ નથી; ભૂખ નથી, તરસ નથી, હાજત નથી, પણજ કે વેદના નથી, ઇચ્છા નથી, અજ્ઞાન નથી, તેથી શું કરવાનું બાકી રહે? માટે, મારે એ સિદ્ધો જ શરણ છે, એ જ સેવ્ય છે, એ જ ધ્યેય છે, પ્રાપ્ય છે, સ્તુત્ય છે.
તવા પસંતગંભીરાસયા, સાવજજજોગવિયા, પંચવિહાયાર જાણુગા, પરેવયાનિરયા, પઉમાઈનિંદસણું, ઝાણુઝયણસંગયા, વિસુઝઝમાણુભાવા, સાહુ સરણું
અર્થ-તથા પ્રશાંત અને ગંભીર આશયવાળા, સાવદ્ય ગથી વિરામ પામેલા, પંચાચારના જ્ઞ–પ્રત્યાખ્યાન પરિજ્ઞાવાળા, પરોપકારમાં અત્યંત રક્ત, કમળ આદિની ઉપમાવાળા, ધ્યાનઅધ્યયનમાં પરોવાયેલા, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંત મારે શરણ છે.