________________
૧૫૪
ધન્ય પ્રવૃત્તિ ! એવા અનંત જિનેશ્વર દેવેના અનંત અનુષ્ઠાનની હું પુલકિત હદયે અનુમોદના કરું છું. “અહે! કેવી એમની લોકોત્તર કાર્યવાહી ! અહા કેવા મારા જેવા દીન દુઃખી જગતના ભવ્યજીને અતિ ઉપકારક એવા એ અનંત અરિહંત પ્રભુના ઉત્તમોત્તમ સુંદર અનુષ્ઠાનો ! એમાંના એકાદ પણ અનુષ્ઠાનને આચરવા હું સમર્થ નથી, છતાં અહોભાગ્ય મારાં કે મને એ ઉત્તમોત્તમ અનુષ્ઠાન જાણવા-સમજવા મળ્યાં! એની પ્રમોદ ભાવના મળી ! મને એની અનુમોદના કરવાનું મળ્યું !”
અહિં સમજવાનું છે કે “કરણ, કરાવણ અને અનમેદન, સરિખાં ફળ નિપજા રે એ કથનના અનુસારે ધર્મ-સાધનાના એ ત્રણ રસ્તા. એમાં આ ત્રીજા ઉપાય તરીકે બતાવેલ અનુમેદના (૧) ભાવપૂર્ણ હૃદયે, (૨) આત્માને ગળગળો કરીને, (૩) સંભ્રમ (નવાઈઓ અને બહુમાન સહિત, અને (૪) તે અનુષ્ઠાન જીવનમાં ઉતારવાના મનોરથ સાથે, જે થાય તે તે અનુષ્ઠાન આચર્યા સરખે લાભ કેમ ન થાય ? અનુદન એટલે અનુસરનારું મેદન (આનંદ). અનુષ્ઠાનને અનુસરનારે એટલે સંયમ-તપ-તિતિક્ષા-ધર્મોપદેશાદિ અનુષ્ઠાનના પ્રતિપક્ષી (વિરૂદ્ધ) ત અસંયમ, સુખશીલતા, કષાય, પાપોપદેશ વગેરે ઉપરથી ખસીને તે અનુષ્ઠાન ઉપર આકર્ષિત અને અભિલાષકપણે મુગ્ધ થનાર હૃદયને નિર્મળ અને પ્રેરક આનંદ. આકર્ષણ એટલે
અહે ! આ કેવાં ઉત્તમ અને આદરણીય ! ” એ ભાવ. અભિલાષિપણું એટલે “આ મને ક્યારે મળે !” એવી કામના.
હવે બીજા નંબરમાં સર્વ સિદ્ધ ભગવાનનું સિદ્ધપણું, એટલે કે અવ્યાબાધ (અક્ષય નિરુપદ્રવી સ્થિતિ, અનંત શાશ્વત