________________
૧૮૦
અને પ્રાણ બચતાં વ્રતને મહા પ્રભાવ જાણું ખાનગીમાં રાજાને સમજાવીને સાધુપણું લીધું, પંચ મહાવ્રતના પરમાર્થ સુધી પહોંચ્યા !: રાજુ શેઠને અનીતિત્યાગનું વ્રત હતું. એકવાર એક ઘરાક માલના પૈસા ચૂકવી ગયા પછી જોયું કે એ વધુ પૈસા આપી ગયેલ છે. તેથી વધારાની રકમ લઈ એને પાછી આપવા ગયા. પેલે કહે “મેં સદા વખતના બજારભાવ પ્રમાણે જ પૈસા ચુકવ્યા છે, તે વધારો શાનો?” રાજુ શેઠ કહે “મેં તે બે દિવસ પૂર્વને ભાવ ચાલુ ધારી માલ વેચે છે, તે એ છે હતો, તેથી આ વધારાના નાણાં મારાથી ન રખાય.” પૈસા આપી ચાલી ગયા. પેલાને શેઠ પર એટલે બધો આદર થયે કે પછી પોતે અને બીજા અનેક જણ શેઠના પાકા શ્રદ્ધાળુ કાયમી ઘરાક બન્યા, કમાઈ ખૂબ વધી. એ રાજુ શેઠે નીતિધર્મને ઘરની જેઈ અને ધર્મમાગે જ જોડતા ગયા. આમ અનીતિત્યાગના વ્રતે એમનામાં મંદિર-ધર્મશાળા-યાત્રાસંઘજ્ઞાનભંડાર વગેરે અનેક ધર્મક્ષેત્રમાં મહાન સુકૃતના પરમાર્થ જગાથી દીધા. વિજયશેઠ-વિજય શેઠાણીના બ્રહ્મચર્યે કેવલિ–મુખે એમની પ્રશંસાએ અને ચારિત્ર સુધીના પરમાર્થે એમને પહોંચાડ્યા. મણિકાન્ત શેઠને પરિગ્રહ-પરિમાણ ધારેલું પૂર્ણ થવાથી વેપારમાંથી ધીખતી કમાઈ છતાં, છૂટા થઈ ગયા. ભાગીદારે જોયું કે મૂળ હું તે ગરીબ પણ શેઠના ટેકાએ આટલે ઉંચે આવ્યા, તેથી કૃતજ્ઞતા અદા કરવા ખાનગીમાં શેઠના છોકરાનું નામ ભાગીદાર તરીકે ચોપડે ચડાવ્યું. અમુક વખત પછી ભાગની કમાઈ આપવા જતાં મણિકાન્ત લેવા ના પાડી. આણે મણિકાન્તના છોકરાના નામથી ભારે ખર્ચ કરી આચાર્ય