________________
૧૭૮
ખાનગીમાં રૂ. સવા લાખ અપાવી હાર મેળવ્યું. રાજાએ એકવાર એ હાર જોતાં પુછયું, રાણી પર ગુસ્સે થઈ એનો ત્યાગ કર્યો. બીજી બાજુ નીલશેઠ સવા લાખથી હરખાતા હરખાતા દેશ તરફ જઈ રહ્યા છે, પણ જંગલમાં પ્રાણ સાથે લૂંટાયા! બધું સાફ થઈ ગયું. ઘરે એમના વિવેગ અને ધનની તંગીથી પત્ની કાળે કકળાટ કરે છે. છેકરાએ ચોપડો જોતાં પેલા હારની વિગત લખેલી વાંચી ધનંજય શેઠ પાસે પહોંચી કહે છે, “અમારા પિતાજીનો પત્તો નથી. આપના હારની રકમ કાપી લઈ બાકીની રકમ આપે.” શેઠ કહે, “જુઓ ભાઈ! હાર તે માટે આપવાનો જ નહોતો છતાં તમારા પિતા આ લખાણ કરી લઈ ગયા છે કે થાપણ બધી જાય.” છોકરા કહે, “પણ અમારી મા બેવડા દુખથી કાળે કકળાટ કરે છે.” ધનંજય શેઠે સત્ય-નીતિના મર્મને સમજી પિતાની હારની ખરીદ કિમત રૂ. ૧૫) હજાર કાપી લઈ બાકીને રૂ. ૩૫) હજાર દઈ દીધા. છેકરા અને માતાનું હૃદય ભારે આશ્વાસન પામ્યું. નીલુના અસત્ય-અનીતિએ રાણીને, જાતને અને કુટુંબને અનર્થ કરાવ્યું. ધનંજયના સત્ય અને નીતિઓ પર ઉપકાર કર્યો. આજે પણ સત્ય નીતિ જાળવનાર વેપારી ગ્રાહકને નહિ ઠગવાનો ઉપકાર કરે છે; પિતાના કુટુંબ અને બીજાઓને ધડ આપી એમને સત્યનીતિમાં જોડવાનો મહાન ઉપકાર કરે છે. સત્ય-નીતિમાન રાજાઓના પ્રજા પર મહાન પરાકાર સ્પષ્ટ છે.
એમ રાજાઓ અને બીજા ગૃહસ્થ સદાચારથી બીજાને પાપમાં નહિ પાડવાને ઉપકાર અને જગતમાં જેને સદાચાર પાળવા માટે આદર્શ અને વાતાવરણ આપવાને મહાન ઉપકાર