________________
૧૮૫
અર્થ અને વિવેચના–આ પ્રમાણે (૧) શક્તિથી જરાય ઓછું નહિ અને અધિકે ય નહિ, અર્થાત્ પિતાના સામર્થ્યને ગોપવ્યા વિના કે એળવ્યા વિના, (૨) શાએ કહેલી વિધિ મુજબ (૩) અત્યંત ભાવભર્યા હદયે પ્રબળ પ્રણિધાનથી ધર્મગુણોને સ્વીકારવા જોઈએ. એમાં સહસાકાર (વગર વિચારે ઝંપલાવવાનું) ન કરવું. કેમકે એ રાસપણું પરિણામે ભયંકર નિવડે છે.
એ ધર્મગુણે કયા? ૧. સ્થૂલ પ્રાણુતિપાત-વિરમણ, પ્રાણના અતિપાત(નાશ)થી અંશે વિરમવું તે, “હું નિરપરાધી ત્રસજીવને નિરપેક્ષપણે જાણી જોઈને હણીશ નહિ.” એ વ્રત. આ અંશે અહિંસાવૃત થયું; કેમકે એમાં સ્થાવર છે અને અપરાધી ત્રસ જીવેની અહિંસાની વાત ન આવી. ૨. સ્કૂલ મૃષાવાદ-જૂઠને અંશે ત્યાગ, સંતાન, નોકર, ઢેર, મિલકત વગેરે પાંચ અંગેના મેટા જૂઠ ન બોલવાની પ્રતિજ્ઞા. ૩. સ્કૂલ અદત્તાદાનવિરમણ-અદત્ત એટલે બીજાએ ન આપેલું એવાનું “આદાન” એટલે ગ્રહણ–એ અદત્તાદાન. એનાથી અંશે વિરામઅર્થાત દાણચેરી, ખોટાં તેલમાપ, ભેળસેળ વગેરે પાંચ અદત્તાદાન ન કરવાની પ્રતિજ્ઞા. ૪. સ્થૂલ મૈથુનવિરમણઅંશે મૈથુનની વિરતિ. પરસ્ત્રી એટલે સ્વસ્ત્રી સિવાયની સ્ત્રી, એના ભોગનો ત્યાગ, અને સ્વસ્ત્રીમાં સંતોષ. ૫. સ્થૂલ પરિગ્રહવિરમણ-ધનધન્યાદિ પરિગ્રહનું અમુક પરિણામ ન ઓળંધવાનું વ્રત, વગેરે વતે. અર્થાત આ અણુવ્રતરૂપ મૂળ ગુણે અને દિશા-પરિમાણ, ભોગપભેગ-પરિણામ, તથા અનર્થદંડ-પ્રવૃત્તિવિરમણ, એ ત્રણ ગુણવતે તથા સામાયિક, દેશાવગાસિક, પિષધ અને અતિથિસંવિભાગના ચાર શિક્ષાત્રતરૂપી ઉત્તર