________________
૧૮૩
રાણીએ આ સુંદર નવયુવાન જોઈ ભેગની માગણી કરી. વંકચૂળે નિયમ જાળ, રાણીએ બેટે કોલાહલ કર્યો, આ પકડાયે, પણ રાજાએ બાજુના ખંડમાં બંનેનો વાર્તાલાપ સાંભળેલું, તેથી રાણીને દેશનિકાલ કરી વંકચૂળને મંત્રી બનાવ્યા. (૪) એકવાર મરણત રેગ આવ્યો. વૈદ કહે “કાગડાના માંસમાં દવા લે તે બચે.” વંકચૂળે એનો ઈન્કાર કરી નિયમ પાળે. ધર્મ અર્થે ઈહા પ્રાણનેજી છેડે, પણ નહિ ઘમ” એ ટેકમાં મર્યો, મરીને બારમાં અશ્રુત દેવલોકે દેવ થયા.
આમ નિયમ-ધર્મગુણની જવાબદારી બરાબર વહી એ ચડતાં ચડતાં કલ્યાણને ભાગી થયે. જે વ્રત પાળવાની જવાબદારીનું ઉલાળિયું કરી વ્રત ભાંગ્યા હેત તે કેવી દુર્દશાઓ પામત? એથી ધર્મગુણ સ્વીકારતાં પહેલાં એ પણ સમજવાનું છે કે પ્રતિજ્ઞાપુર્વક ગુણે સ્વીકાર્યા પછી જે તેને ભંગ થાય તે તે ભંગ ભયંકર નીવડે છે. કેમકે, ભગવંતની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. લીધું વ્રત તો અવશ્ય પાળવું જોઈએ. એને ભંગ કરવાની ધિઠ્ઠાઈ આત્મામાં મહામહ-મૂઢતા-અજ્ઞાનતાને ઉત્પન્ન કરે છે, એમ એથી ધર્મ પણ દ્વષિત થાય છે, અર્થાત્ બીજાઓમાં ધર્મ નિંદાય છે. લેક ધર્મ પ્રત્યે અરુચિવાળા બને છે. તેમ ભંગ કરનારના પોતાના આત્માને પણ વ્રતની પ્રીતિવાળે રાખવાને બદલે દેશની પ્રીતિવાળે બનાવી દે છે. અંતે એ દષપ્રીતિના કુસંસ્કારને લીધે ફરીથી તે ગુણો ભવાંતરમાં પામવા દુર્લભ બને છે. ગુણે ક્યાંથી પામે? પ્રતિપક્ષી હિંસાદિ દુર્ગને રસ અને પરિચય આત્મામાં પુષ્ટ થવાથી પરલોકમાં દુર્ગુણોને જ એગ્ય ભવે મળે ને? ત્યાં તે સહેજે હિંસા અને