________________
૧૮૮
પરિણામ બનવા સંભવ બહુ ઓછો રહે. પરિણામ ચડતા શું, કદાચ મંદ બનતા જવા સંભવ છે. (૨) જે શાસ્ત્રવિધાનને રહસ્ય, યુક્તિ, દેખાતે વગેરેનું શ્રવણ ચાલુ નહિ, તે એ અહિંસાદિ ગુણની અધિકાધિક દઢ શ્રદ્ધા નહિ બને. (૩) ત્રતે સાથે શ્રાવકની સમાચારી અર્થાત્ આચાર-વિચારેનું ચાલુ શ્રવણ નહિ હોય, તે જુગ-જુના કુસંસકારથી સહજ જેવી બનેલી મિથ્યા પ્રવૃત્તિઓ અટકશે નહિ. (૪) ગુરુમુખે શ્રવણ વિના તત્ત્વદષ્ટિ, સારાસાર વિવેક, શુભાશુભ ધ્યાનની પિછાણ, વગેરેની ખામી ઊભી રહેવાની, તેથી કેટલાંય વ્યર્થ અશુભ કર્મ બાંધશે. માટે જિનાજ્ઞાના શ્રવણની અતિ જરૂર છે.
આમ આજ્ઞાનાં અધ્યયન અને શ્રવણ જરૂરી હોવા ઉપરાંત આજ્ઞાનું ભાવન પણ અત્યંત જરૂરી છે. ભાવન એટલે આજ્ઞાનું ચિંતન-મનન કરી આત્માને એનાથી ભાવિત કરે તે. તેથી આજ્ઞાના ભાવક બનાય. સાંસારિક ઉન્નતિને ખપી માણસ ઉન્નતિ-અભ્યદયને ઉપયોગી એવી વાતે-સમાચાર–સલાહ કાન દઈને સાંભળનારે અને એનું શિક્ષણ લેનારો હોય છે, એમજ એને સારી રીતે ચિંતક બની એને દિલમાં વણી લેનારે હોય છે. બસ આ રીતે આજ્ઞાને હૃદયમાં ઓતપ્રોત કરી લેવી જોઈએ; તે એવી કે તેથી હવે દિલની દષ્ટિ જગતની દષ્ટિમાં મળવાને અદલે જિનની દષ્ટિમાં મળતી રહે, એટલે સંસારની પ્રવૃત્તિમાં પણ હદયનું વલણ તથા વિચારણા આગમથી વિરુદ્ધ ન રહે અલ્ક આશ્રવ-સંવરના આગમે બતાવેલા વિવેકથી યુક્ત હોય, એની એ જ વસ્તુ કે પ્રસંગ મેહની નહિ કિન્તુ જ્ઞાનની દષ્ટિએ જેવાય કે વિચારાય. તે જ અનેક વ્યર્થ કર્મબંધન અને